Western Times News

Gujarati News

ગોધરામાં વિવિધ સ્થળોએ મહાશ્રમદાનના સુત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ

(તસ્વીરઃમનોજ મારવાડી)  ગોધરા,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન ને પગલે આજે ૧લી ઓકટોબરે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ‘એક તારીખ, એક કલાક, એક સાથ’ મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

તેના ભાગરૂપે ગોધરા શહેર મુક્તિધામ,લાલબાગ ટેકરી મેદાન, ગોધરા એસ.ટી બસ સ્ટેન્ડ, છઁસ્ઝ્ર માર્કેટિંગ તેમજ સિવિલ હોસ્પિટલ સહિત અનેક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં આજ રોજ “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન
અંતર્ગત એક તારીખ એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમ સાર્થક કરવા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવીએ હતી.

જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી , ગોધરા રેન્જ ડી.આઈ.જી.રાજેન્દ્ર અસારી ,પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાન્સુ સોલંકી સહિત ભાજપ સંગઠન ના કાર્યકરો, પંચમહાલ પોલીસ કર્મચારીઓ પાલિકાના સફાઈકર્મીઓના સંયુક્ત ઉપક્રમે શહેરના વિવિધ જાહેર સ્થળો પર સાફ સફાઇ કરી હતી.

જેમાં શહેરમાં આવેલ મુક્તિધામ,લાલબાગ ટેકરી ના મેદાન, ગોધરા એસ.ટી બસ સ્ટેન્ડ, છઁસ્ઝ્ર માર્કેટિંગ તેમજ સિવિલ હોસ્પિટલ સહિત અનેક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગોધરા નગરમાં આજના દિવસ પૂરતું સ્વચ્છતા અભિયાન નહીં પરંતુ કાયમ માટે ગોધરા નગર સ્વચ્છ રહે તે માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

તેમજ ગોધરા નગરની જનતાને ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, તમારી આસપાસ કે દુકાનોમાં આજુબાજુ જે પડી રહેલો કચરો છે તેને ડસ્ટબિન નાખી સ્વચ્છતા જળવવાનો સંદેશ પાઠવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.