Western Times News

Gujarati News

ટીવીના કલાકારોએ મહાત્મા ગાંધીએ રાષ્ટ્ર માટે કરેલા બલિદાનને યાદ કર્યા

એક દિવસ ‘રાષ્ટ્રપિતા’ને સમર્પિત, મોહનદાસ કરમચંદ ગાંધી જે મહાત્મા ગાંધી તરીકે ઓળખાય છે, તેમની જન્મજયંતિની ઉજવણી ગાંધી જયંતિ તરીકે કરવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મ 1869માં ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો અને આ વર્ષે તેમની 154મી જન્મજયંતિ છે.

આ નેતાની આદરના ભાગરૂપે આ દિવસે શાળા, કોલેજ અને સરકારી સંસ્થામાં પ્રાર્થના તથા સાંસ્કૃતિક પ્રવૃતિ યોજવામાં આવે છે. ગાંધી જયંતિ નિમિતે, ઝી ટીવીના કલાકારો જેવા કે, કુંડલી ભાગ્યનો રાજવીર એટલે કે, પારસ કાલનાવત, ભાગ્ય લક્ષ્મીની લક્ષ્મી એટલે કે, ઐશ્વર્યા ખરે, ક્રિષ્ના કૌલ ઉર્ફે રણબિર અને રબ સે હૈં દુઆની દુઆ ઉર્ફે અદિતી શર્મા આપણા દેશની આઝાદી માટે ‘બાપુ’ના બલિદાન વિશે તેમના વિચારો વર્ણવે છે.

પારસ કાલનાવત જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં રાજવીરનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “ગાંધીજીના અનંત ચતુરાઈથી ઘણી પ્રેરિત છું, જે આપણને મૂલ્ય સહિત મહત્વની બાબતો શિખવે છે. પહેલા તો, આપમા જીવનમાં તેઓ સત્ય અને પ્રમાણિક્તાના પાઠ શિખવે છે. તેનાથી આપણે આપણા જીવનમાં શ્રેષ્ઠ કરવા આગળ વધીએ છીએ. તેમને તેમના જીવનમાં હંમેશા સત્યની તાકાત બતાવી છે, જે અંતે તો આપણને દર્શાવે છે કે, સત્યની જ જીત છે.

તેમને હંમેશા એવું શિખવ્યંઅ છે કે, કંઈપણ કરતા કે બોલતા પહેલા અન્ય લોકોને કેવું લાગશે, આ ફક્ત લોકો માટે જ નહીં પણ પ્રાણીઓ માટે પણ લાગુ પડે છે. અંગત રીતે મને પ્રાણીઓ ખૂબ જ ગમે છે અને તે જ દિલને સ્પર્શે છે. આપણે જ્યારે ગાંધીજીના ફાળાની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે તેમના મૂલ્ય પાસેથી ઘણું શિખવાનું છે. અહિંસા, પ્રમાણિક્તા અને અતૂટ સમર્પણના સિદ્ધાંતોને હું મારા રોજિંદા જીવનમાં અમલ કરવા પ્રયત્ન કરું છું. ગાંધીજીની જેમ જ હું શાંતિ અને પ્રેમની શક્તિમાં માનું છું. આ ગાંધી જયંતિ નિમિતે, જો આપણે તેમની શાણપણનો એક નાનકડો ભાગ પણ અપનાવીએ તો, આપણે આપણા જીવનમાં ઘણી પ્રગતી કરી શકીએ છીએ અને વિશ્વને વધુ સારું સ્થળ બનાવીએ છીએ.”

ઐશ્વર્યા ખરે, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં લક્ષ્મીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “આજે, આપણે મહાન મહાત્મા ગાંધીના જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ, ત્યારે મને તેમનો એક સંદેશ યાદ આવે છે, “તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા ઇચ્છો છો તે પહેલા તમે તમે તમારામાં લાવો.”

એક અભિનેતા તરીકે, હું મારી જાતને નસીબદાર ગણું છું કે, હું એક એવા ઉદ્યોગનો હિસ્સો છું જેમાં પ્રેરણા, શિક્ષણ અને એક્તાની શક્તિ ધરાવે છે. ગાંધીજીએ ખરેખર દેશભક્ત છે, જેમને તેમની સમગ્ર જિંદગી સ્વતંત્રતા અને આપણા દેશને ન્યાય અપાવામાં વિતાવી દીધી. આપણે બધાએ તેમના મૂલ્યોને મૂર્તિમંત કરવા પ્રયત્ન કરવો જોઈએ અને અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને યાદ રાખવી જોઈએ. આપણે હંમેશા આપણા દેશના વારસાના સન્માનમાં આપણા દેશની સુધારણા માટે બલિદાન આપવા માટે કામ કરવું જોઈએ.”

ક્રિષ્ના કૌલ, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં રણબિરનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મહાત્મા ગાંધી આપણને સંખ્યાબદ્ધ રીતે પ્રેરિત કરે છે. તેમના જીવનના પાઠ ખરેખર અમલમાં મૂકવા જેવા છે. બાપુ પાસેથી હું એક જ વાત શિખ્યો છું અને મારા જીવનમાં અમલમાં મૂક્યું છે તે છે, કોઈને માફ કરવાની કળા.

મહાત્મા ગાંધીએ એક વખત કહ્યું હતું કે, “નબળા ક્યારેય માફ નથી કરી શકતા. ક્ષમાએ વીરોનું લક્ષણ છે.” હું માનું છું કે, બીજાને માફ કરવાથી તમે આગળ વિકસી શકશો એટલું જ નથી, પણ તમે હળવા પણ થશો. બધાએ તેમના ક્રોધ અને વેરની લાગણીઓને છોડી દેવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમના મનને તમામ નકારાત્મક લાગણીઓથી સાફ કરવું જોઈએ.”

અદિતી શર્મા જે ઝી ટીવીના રબ સે હૈં દુઆમાં દુઆનું પાત્ર કરતી જોવા મળે છે તે કહે છે, “આપણે બધા જાણીએ છીએ કે, 2જી ઓક્ટોબરએ ભારતમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે, જે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિન છે.

આ દિવસ માત્ર રાષ્ટ્રિય રજા નથી પણ આ દિવસ તેમના જીવન અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમના અમૂલ્ય ફાળાનું પ્રતિબિંબ અને ઉજવણીનો દિવસ છે. ગાંધીજીએ ફક્ત એક ઐતિહાસિક વ્યક્તિ જ નથી પણ, તેઓ સત્ય, અહિંસા અને સામાજિક ન્યાય માટે અતૂટ પ્રતિબદ્ધતાના પ્રતિક હતા. તેમની સાદગી અદ્દભુત હતી. હકિકતે તો, હું માનું છું કે, બધાએ તેમની શિખને અનુસરવી જોઈએ.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.