Western Times News

Gujarati News

સ્પેનની નાઈટ ક્લબમાં આગ ફાટી નિકળતાં 13 લોકોના મોત

સ્પેનની નાઈટ ક્લબમાં મોટી દુર્ઘટના બની છે. આગમાં ૧૩ લોકોના મોત સ્પેનની નાઈટ ક્લબમાં રવિવારે સવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવા અને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કટોકટી સેવાઓએ ટિવટર પર જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને અગ્નિશામકો ઘટના સ્થળે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે અહીં મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.

કટોકટી સેવાઓ દ્વારા જાહેર કરાયેલા ફોટા અનુસાર, “ટીટર” નાઇટક્લબમાં આગ ફાટી નીકળી હતી. તેને “ફોન્ડા મિલાગ્રોસ” કહેવામાં આવે છે. બચાવ કાર્યકરોના જણાવ્યા અનુસાર, તેઓને સ્થાનિક સમય મુજબ સવારે ૬ઃ૦૦ વાગ્યે પહેલા અહેવાલો મળ્યા કે બે માળની નાઈટક્લબમાં આગ લાગી હતી. અહીં પહોંચતા જ ૪ મૃતદેહો મળી આવ્યા હતા. ૪૦ મિનિટ બાદ બે મૃતદેહ મળી આવ્યા હતા.

મર્સિયા ટાઉન હોલે આ માહિતી આપી છે કે મૃત્યુઆંક સાત પર પહોંચી ગયો છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે. આગ લાગ્યા બાદ બચાવકર્મીઓ તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરની હદમાં આવેલા એટલાસમાં વહેલી સવારે લાગેલી આગ બાદ માહિતીની રાહ જાવાઈ રહી છે.

ક્લબની બહાર યુવાનોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો એકબીજાની ચેક કરી રહ્યા હતા. એક બચી ગયેલા વ્યક્તિ, જેની ઓળખ થઈ નથી, તેણે કહ્યું કે એલાર્મ બંધ થઈ ગયું અને બધી લાઈટો બંધ થઈ જતા લોકો બૂમો પાડવા લાગ્યા હતા અને તેથી સ્પષ્ટ થઈ ગયું કે આગ લાગી છે.

મર્સિયા શહેરના મેયર જાસ બાલેસ્ટાએ ત્રણના શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગમાં અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે. તેમાં ૨૨ અને ૨૫ વર્ષની બે મહિલાઓ છે. ૪૦ વર્ષની વયના બે પુરુષો પણ હતા. ધુમાડાના કારણે બધાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

તેમણે કહ્યું કે ૪૦ થી વધુ ફાયર ફાઈટર અને ૧૨ ઈમરજન્સી વાહનો સ્થળ પર હાજર છે. સ્પેન પોલીસે મીડિયાને જણાવ્યું કે આગ ફોન્ડા મિલાગ્રોસ નાઈટક્લબમાં લાગી હતી. આગ લાગ્યા બાદ ક્લબની છત પડી ગઈ હતી, જેના કારણે ઘણા લોકો અંદર રહી ગયા અને મૃત્યુ પામ્યા છે. કાટમાળ અને ઊંચા તાપમાનના કારણે હાલમાં સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.