Western Times News

Gujarati News

બેટ્‌સમેન શુભમન ગિલને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો

નવી દિલ્હી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ૮ ઓક્ટોબરથી વર્લ્ડ કપ ૨૦૨૩માં પોતાના મિશનની શરૂઆત કરવા જઈ રહી છે. ચેન્નાઈમાં રમાનાર મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. પરંતુ મેચ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ સમાચારનાં કારણે ટીમનાં ખેલાડીઓ સહિત સ્ટાફ ચિંતામાં મુકાઇ ગયા છે. ટીમનો ઓપનર બેટ્‌સમેન શુભમન ગિલ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો છે અને તેના માટે કાંગારુ ટીમ સામે ભારતની પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે.

ટીમ મેનેજમેન્ટ ગિલ પર નજર રાખી રહ્યું છે અને તેના રમવા અંગેનો ર્નિણય શુક્રવારે બીજા એક ટેસ્ટ બાદ લેવામાં આવશે. જાે ગિલ આ મેચ નહીં રમે તો ડાબોડી બેટર ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જાેવા મળી શકે છે. વર્લ્ડ કપમાં ૮ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ છે.

આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ પહેલા ભારતે ઘરઆંગણે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવ્યું હતું. તેમાં શુભમન ગિલ મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો અને શાનદાર પરફોર્મ કરી બતાવ્યું હતું. શુભમન ભારતનો સૌથી સારો ખેલાડી માનવામાં આવે છે.

હાલ તે ખૂબ જ સારા ફોર્મમાં છે અને તેને કોઈ બીમારી થાય તો એ ટીમ માટે મોટો ફટકો કહી શકાય એમાં બેમત નથી. હવે તે ન રમે તો તેની ગેરહાજરીમાં ભારતને મોટો ફટકો પડી શકે છે. તેની જગ્યાએ ભારત માટે ઓપનિંગમાં ડાબોડી બેટ્‌સમેન ઇશાન કિશન ઓપનિંગ કરી શકે એમ છે. ભારત ઓપનિંગમાં રોહિત શર્મા સાથે લેફટી રાઇટી કોમ્બીનેશન તરફ જવાનું પસંદ કરે તો ઇશાન કિશન સૌથી પહેલી પસંદગી હોય શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.