Western Times News

Gujarati News

પાકિસ્તાનની ટીમને ગુજરાતી થાળી અને પાત્રા પિરસાશે

અમદાવાદ, પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી ચુકી છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સીમાં ટીમ રોકાઈ છે. સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે, જાે તમે ૧૧ ઓકટોબરથી ૧૫ ઓકટોબર સુધી અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારની આ હોટલમાં રોકાવાના હોવ તો તમારે પ્રવેશ લેતી વખતે લાયસન્સ અને આધારકાર્ડ હાથ પર રાખવું પડશે.

હોટલ પ્રવેશ પર દરેક વ્યક્તિનું આધાર કાર્ડ અને ડ્રાઇવરનું લાયસન્સ ચેકીંગ આજથી શરુ કરવામાં આવ્યું છે. સિક્યોરીટી એજન્સીની તમામ વ્યવસ્થાની સાથે દરરોજ હોટલનું ફુલ ચેકિંગ થશે.અમદાવાદના હોટલ હયાત રેજન્સીમાં જે ભોજન બને છે તેમાં શાકભાજી અને ફળો સીધા જ ખેતરમાંથી આવે છે.

આ સાથે ઓર્ગેનિંક ખેતીથી પકવેલાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવી છે ત્યારે પાકિસ્તાનની ટીમને ગુજરાતી થાળી સાથે ઢોકળા અને પાત્રા પિરસવામાં આવશે. આ અંગે હોટલના એક્ઝિક્યુટિવ શેફ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, પાક ટીમ માટે ૧૧ થી ૧૫ તારીખ સુધી તેમનાં શરીરને અનુરુપ અને ડાયટીશીયન સાથે વાત થયા બાદ મુજબ ભોજન પિરસાશે.

તેમના દ્વારા એવાકાડોની ડિમાન્ડ કરવામાં આવી છે. સાથે પાંદડાવાળા શાકભાજી પહેલી પસંદ હોવાનુ પણ જણાવ્યું છે. બ્રેકફાસ્ટમાં બાફેલો ખોરાક અને ઓરેન્જ જ્યુસ પીરસાશે મોટાભાગે જે પણ પિરસવામાં આવે તે હેલ્ધી અને વેજેટેરિયન ફુડ પીરસાશે. ટીમ માટે ડિનરમાં કબાબ અને બિરયાની પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય મેચ પુરી થાય બાદ ટીમ હારે કે જીતે તે નક્કી નથી પરંતુ હોટલ દ્રારા કેક બનાવવામાં આવ્યો છે.

ટીમ હારે તો પણ ટીમમાં જે ખેલાડીએ સારું પર્ફોમન્સ કર્યુ હશે તે માટે કેક બનાવવામાં આવે અને જાે ટીમ જીતે તો જીત માટે અલગ કેક બનાવવામાં આવશે. ૧૫મી સ્પેશિયલ ગુજરાતી મેનુ તૈયાર કર્યુ હોવાથી સાત્વિક ખાવાનું પિરસાશે એટલે કે પાકિસ્તાનની ટીમને ગુજરાતી થાળીનો સ્વાદ ચાખવા મળશે.

હોટલમાં પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે રિવર વ્યુ રૂમની ડિમાન્ડ કરી છે. આ સાથે ટીમનાં ઘણાં ખેલાડીઓને રિવર વ્યુ રૂમ આપવામાં આવ્યો છે.. ટીમ માટે વર્કઆઉટ અને ફિટનેસ માટે જીમ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં પાકિસ્તાનની ટીમ વર્કઆઉટ કરી શકશે.. આ સાથે ટીમ માટે પેસેજ એરિયા બ્રેકફાસ્ટ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.