Western Times News

Gujarati News

હોડીમાં બેસી હુમા કુરેશીએ આપ્યા ગોર્જિયસ પોઝ

મુંબઈ, ૨૮ જુલાઈ ૧૯૮૬ના રોજ દિલવાલોના શહેર દિલ્હીમાં જન્મેલી હુમા કુરેશી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ ચોરવામાં એક્સપર્ટ છે. તમને જણાવી દઈએ કે હુમાએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

આ ફિલ્મથી તેને ઓળખ પણ મળી હતી. પોતાના અભિનય દ્વારા નામ કમાવનાર હુમા તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. એવું કહેવાય છે કે જ્યારે હુમાએ બોલિવૂડમાં પગ પણ મૂક્યો ન હતો, તે સમયે એટલે કે વર્ષ ૨૦૦૭ દરમિયાન તે મનોજ તંવર નામના છોકરાને ડેટ કરતી હતી.

જાેકે થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે. હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે. હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જાેડાયેલી રહે છે. તેનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે. આ તસવીરોમાં તે ટ્રેડિશનલ લુકમાં આકર્ષક લાગી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.