Western Times News

Gujarati News

બોબી દેઓલના લીધે સની દેઓલનું કરિયર ખતમ થઈ ગયું

મુંબઈ, બોલિવૂડના સુપરહિટ ભાઇઓ સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મો દશકોથી લોકોનું મનોરંજન કરી રહી છે. બંનેએ હીરો તરીકે ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ આજે બોબી દેઓલ દર્શકોને નેગેટિવ રોલમાં વધુ પસંદ કરે છે. ત્યાં સની દેઓલ ‘ગદર’ના તારા સિંહની ઇમેજને જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

સની દેઓલે ૧૯૮૩માં સુપરહિટ ફિલ્મ બેતાબથી પોતાના શાનદાર કરિયરની શરૂઆત કરી હતી, જે બાદ આવેલી ફિલ્મો ‘પાપ કી દુનિયા’, ‘ત્રિદેવ’ અને ‘ઘાયલ’ પણ ખૂબ ચાલી. એક્ટર ઓછા સમયમાં પોપ્યુલર થઇ ગયો. બોબી દેઓલે ભાઇ સનીના ડેબ્યૂના આશરે ૧૨ વર્ષ પછી ફિલ્મ ‘બરસાત’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ૬ ઓક્ટોબર ૧૯૯૫માં આવેલી ‘બરસાત’ સુપરહિટ રહી, પરંતુ તેના આશરે એક મહિના બાદ આવેલી સની દેઓલની ફિલ્મ ‘અંગરક્ષક’ ફ્લોપ થઇ ગઇ. સની દેઓલની ‘અંગરક્ષક’ પહેલા ‘ઇમ્તિહાન’ ફ્લોપ રહી હતી.

સની દેઓલને વર્ષ ૧૯૯૩ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ડર’ થી પણ કોઇ ફાયદો ન થયો કારણ કે શાહરૂખ ખાન જ બધી લાઇમલાઇટ લઇ ગયો હતો. બોબી દેઓલની ‘બરસાત’ બાદ આવેલી ‘ગુપ્ત’ પણ સફળ થઇ, ત્યાં સની દેઓલની ‘ઇમ્તિહાન’, ‘અંગરક્ષક’ બાદ ‘કિસ્મત’ અને ‘દુશ્મની’ ફ્લોપ થઇ ગઇ. સની દેઓલના ખરાબ દિવસોનો અંત ત્યારે આવ્યો જ્યારે ૧૯૯૬માં ‘જીત’ અને ‘ઘાતક’ હિટ થઇ. બંને ભાઇ આજે સ્ટાર છે પરંતુ એકદમ ઓપોઝિટ કેરેક્ટર પ્લે કરતાં જાેવા મલે છે. એક ઓનસ્ક્રીન વિલન છે, તો બીજાે હીરો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.