Western Times News

Gujarati News

મ્યુનિ.કમિશ્નરના બદલી ઓર્ડરની ચાતક નજરે પ્રતિક્ષા કરતા ભાજપના કોર્પોરેટરો

File

ભાજપમાં તાકાત હોય તો બોર્ડમાં બદલી માટે દરખાસ્ત લાવેઃદિનેશ શર્મા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનમાં ‘સ્ટુપીડ’ (Stupid controversy of Ahmedabad) વિવાદ વકરી રહ્યો છે. ગત સોમવારે નવા પશ્ચિમ ઝોનની મીટીંગમાં ભાજપના કોર્પોરેટરને (New West Zone meeting AMC Comm. with BJP corporators) ‘સ્ટુપીડ’ કહ્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નર વાક આઉટ (Walk out from meeting) કરી ગયા હતા. જેના પગલે રોષે ભરાયેલા ભાજપના કોર્પોરેટરોએ ગાંધીનગર હાઈકમાન્ડને તમામ બાબતથી વાકેફ કર્યા હતા. તથા મ્યુનિસિપલ કમિશ્નરની તાકીદે બદલી કરવા માટે માંગણી પણ કરી છે.

જેને ૪૮ કલાકનો સમય થઈ ગયો છે. પરંતુ મુખ્યમંત્રી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી જેના કારણે ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરોમાં નિરાશા (BJP Corporators are not happy with BJP high command) જાવા મળી રહી છે. તથા પાર્ટી માટે કોર્પોરેટરો-કાર્યકરો મહ¥વના છે કે કમિશ્નર મહત્વના છે તે બાબત પ્રદેશ હાઈકમાન્ડે નક્કી કરવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે વિપક્ષી નેતા દિનેશ શર્માએ (Opposition leader Dinesh Sharma) આ તમામ ઠપકાની દરખાસ્ત લાવવા માટે ભાજપને પડકાર ફેંકયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરોનું અસ્તિત્વ  જાેખમાઈ રહ્યુ છે. નવા પશ્ચિમ ઝોનની મીટીંગ દરમ્યાન થયેલ વિવાદના પગલે પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ જાેરદાર રજુઆત કર્યા બાદ પણ મુખ્યમંત્રીના પેટનું પાણી હલ્યુ નથી. મ્યુનિસિપલ ભાજપના સીનિયર-જુનિયર કોર્પોરેટરો ચાતક નજરે કમિશ્નર બદલી ઓર્ડરની પ્રતિક્ષા કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ૪૮ કલાકમાં તેમના ભાગે માત્ર નિરાશા જ આવી છે.

ભાજપ પ્રદેશ નેતાગીરીના આવા વલણના કારણે કોર્પોરેટરો અને કાર્યકરોમાં છુપો રોષ જાવા મળી રહ્યો છે. પાર્ટી માટે જીંદગી ખર્ચી નાંખ્યા બાદ અધિકારીના અપશબ્દો જ સાંભળવાના હોય તો તેનો કોઈ જ મતલબ રહેતો નથી. કાર્યકરો અને કોર્પોરેટરોની મહેનતના કારણે જ ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન થયેલ મહાનુભાવો સંકટના સમયે અધિકારીઓની તરફેણ કેમ કરી રહ્યા છે તે બાબત કોર્પોરેટરો અને કાર્યકરો સમજી શક્યા નથી.


મ્યુનિસિપલ ભાજપના કોર્પોરેટરોમાં ચાલતી ચર્ચા મુજબ પાર્ટી માટે કમિશ્નર મહત્વના છે કે કાર્યકરોનું મહત્વ છે. તેનો નિર્ણય આગામી દિવસોમાં જાવા મળશે. પાર્ટી માટે લાઠીઓ ખાવી મંજુર છે પરંતુ ગાળો ખાવી મંજુર નથી એવી ચર્ચા પણ ચાલી રહી છે. જ્યારે ભાજપમાં કમિશ્નર મુદ્દે ચાલી રહેલ વિખવાદને વિપક્ષી નેતાએ ‘ચૂંટણી નાટક’ જાહેર કર્યુ છે.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માના જણાવ્યા અનુસાર શહેરમાં છેલ્લા ચાર વર્ષથી પ્રજાકીય કામો લગભગ બંધ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીરાજ ચાલી રહ્યુ છે.

અધિકારીઓની શેહમાં આવી જઈને ગરીબોને રાહત દરે મળતી સારવાર બંધ કરવામાં આવી છે. એસવીપીને ચલાવવા માટે વીએસને બંધ કરવાના નિર્ણયનો કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે. ત્યારે ભાજપના હોદ્દેદારો જ કમિશ્નરને સમર્થન આપી રહ્યા હતા. મ્યુનિસિપલ બોર્ડમાં પણ કોંગ્રેસ પાર્ટીએ કમિશ્નર વિરૂધ્ધમાં પુરાવા રજુ કર્યા હોય કે ગેરરીતિ સંદર્ભે જવાબ માંગ્યા હોય એ સમયે પણ મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને સીનિયર કોર્પોરેટરો જ કમિશ્નરનો બચાવ કરતાં રહે છે.

‘પાર્ટી લાઈન’ ના નામે ખોટા કામોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. હવે જ્યરે કમિશ્નર તરફથી ખોટા શબ્દો સાંભળવા મળ્યા ત્યારે કોઈ તેમની મદદે આવ્યા નથી. સ્વમાનના ભોગે કોઈપણ કામ ન થાય. ચાર ચાર વર્ષ સુધી અધિકારીરાજને પ્રોત્સાહન આપ્યા બાદ હવે ચૂટણી વર્ષમાં પ્રજા યાદ આવી છે.

તથા કમિશ્નર અને અધિકારીઓ કામ કરતા નથી એવી ફરીયાદ કરી રહ્યા છે. પ્રજાના જ રૂપિયાના થઈ રહેલા વ્યય માટે પણ અનેક વખત હોદ્દદારોનું ધ્યાન દોરવામાં આવ્ય્‌ુ છે. પ્રજાએ ભારે બહુમતિથી વિજેતા બનાવ્યા બાદ કમિશ્નરને નાણાંકીય સત્તાઓ આપીને જવાબદારીમાંથી છટકવાના પ્રયાસ કર્યા છે. ચૂંટણી સમયે નાગરીકોને આપેલા વચનો ચૂંટણીના સમયમાં યાદ આવ્યા છે.

ભાજપના હોદ્દદારો અને સીનિયર કોર્પોરેટરોમાં હિંમત હોય તો મ્યુનિસિપલ બોર્ડમાં કમિશ્નર વિરૂધ્ધ ઠપકાની દરખાસ્ત લાવે તેમાં કોંગ્રેસ પક્ષ ૧૦૦ ટકા સાથ આપશે. પ્રજાના કામ માટે જ લડાઈ કરી હોય તો પ્રજા માટે જ કમિશ્નર વિરૂધ્ધ દરખાસત લાવવાની નૈતિક હિંમત દાખવવી જરૂરી છે. અન્યથા ચૂંટણી ધનસંચય માટે કમિશ્નરને યથાવત રાખવામાં હોદ્દેદારો અને કોર્પોરેટરોને રસ છે તે બાબત સાબિત થશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.