Western Times News

Gujarati News

સંચાલન અને સુકાન, બંને મહિલાઓના હાથમાં: ‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’

ફોક્સવેગન ઈન્ડિયાએ અમદાવાદમાં બીજો ‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ શરૂ કર્યો

– ફોક્સવેગન ઈન્ડિયા હાલમાં તમિળનાડુના કોઇમ્બતુર અને ગુજરાતના અમદાવાદમાં એમ બે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત સિટી સ્ટોર્સ ધરાવે છે.

અમદાવાદ, મુંબઈ: ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં અમદાવાદના સિટી સ્ટોર એસ પી રોડ ખાતે તેનો બીજો ‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ હશે. કોઈમ્બતુરમાં પ્રથમ સ્ટોરના સફળ લોન્ચ બાદ, ફોક્સવેગન ઈન્ડિયાએ ઓટોમાર્ક ગ્રૂપ સાથે ભાગીદારીમાં આ પહેલને ગુજરાત રાજ્ય સુધી વિસ્તારી છે. Volkswagen India introduces 2nd ‘All-Women operated City Store’ in Ahmedabad

ફોક્સવેગન ઈન્ડિયામાં, ‘લોકો’ મુખ્ય વ્યૂહાત્મક સ્તંભોમાંથી એક છે. બ્રાન્ડ કામના સ્થળે વિવિધતાને પ્રોત્સાહન આપીને લોકો અને સંસ્કૃતિના વિકાસ પર અવિરતપણે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ઓટોમોટિવ વર્કફોર્સમાં મહિલાઓને સશક્ત કરવા, સંસ્થામાં વિવિધતા, સમાનતા અને સમાવેશની ભાવનાને આગળ કરવાનો સતત પ્રયાસ છે.

વિકસતા કન્ઝ્યુમર ડેમોગ્રાફિક્સ અને ઉપભોક્તા વર્તણૂંકના વલણો સ્પષ્ટપણે ઉચ્ચ સ્તરનું જોડાણ સૂચવે છે કે જે વિવિધતાપૂર્ણ વર્કફોર્સ ઓફર કરી શકે છે તથા વધુ મહિલા પ્રોફેશનલ્સને કાર રિટેલ ઉદ્યોગમાં જોડાવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. કોઈમ્બતુરમાં સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત સિટી સ્ટોરમાંથી મળેલી શીખ સાથે, તેનો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોને વધુ આકર્ષક વાતાવરણ પ્રદાન કરવાનો છે.

ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “મહિલા પ્રોફેશનલ્સ દ્વારા સંચાલિત અને તેમના સુકાન હેઠળના અમદાવાદમાં અમારા બીજા ‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં અમે રોમાંચિત છીએ.

કોઈમ્બતુરમાં અમારા પ્રથમ સ્ટોરની સફળતા એ પ્રમાણ છે જેણે આ પહેલને સમગ્ર ભારતમાં વિસ્તરણ કરવા માટે એક બ્રાન્ડ તરીકે અમને પ્રોત્સાહિત કર્યા. આ ખરેખર એક અદ્ભુત પહેલ છે, એક સશક્તિકરણ અને સર્વસમાવેશક વાતાવરણ બનાવવા તરફનું બીજું પગલું છે જ્યાં અમારા લોકો અમારી બ્રાન્ડ સાથે શીખી શકે, વિકાસ કરી શકે અને આગળ આવી કરી શકે છે. અમે અમદાવાદમાં અમારા માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત સિટી સ્ટોર પર તમામ ગ્રાહકોને આવકારવા આતુર છીએ.”

આ નવા સ્ટોરના ઉદ્ઘાટન પર ટિપ્પણી કરતા ઓટોમાર્ક ગ્રૂપ (ગ્રુપ લેન્ડમાર્ક)ના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી ગરિમા મિશ્રાએ જણાવ્યું હતું કે, “ફોક્સવેગન સાથેની ભાગીદારીમાં, અમે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગના પરંપરાગત અવરોધોને તોડીને તેને એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવા માંગીએ છીએ જેમાં મહિલા પ્રોફેશનલ્સ સશક્ત બને છે.

અમારી પાસે ડાયનેમિક અને કુશળ મહિલાઓનો સમૂહ છે જેઓ અમારી ગ્રાહક જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવાની સાથે સાથે અમદાવાદમાં અમારા બિઝનેસ ઓપરેશન્સનું નેતૃત્વ અને સંચાલન કરી રહી છે. અમને આ ટીમ પર ગર્વ છે જે ઓટોમોટિવ રિટેલ ઉદ્યોગમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.”

‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ 10 થી વધુ ડાયનેમિક મહિલા પ્રોફેશનલ્સને રોજગારી આપે છે જેઓ સેલ્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસીઝથી માંડીને ટેસ્ટ ડ્રાઈવ મેનેજમેન્ટ, કસ્ટમર કેર સર્વિસીઝ, હાઉસકીપિંગ, સુરક્ષા અને અન્ય કામગીરીના દરેક પાસાંની દેખરેખ રાખશે. શોરૂમ ચાર-કાર ડિસ્પ્લે ધરાવે છે જે નવીનતમ પ્રોડક્ટ પોર્ટફોલિયોનું પ્રદર્શન કરે છે, જેમાં ફોક્સવેગન Taigun, Virtus અને Tiguanનો સમાવેશ થાય છે.

ફોક્સવેગન દ્વારા ઓફર કરવામાં આવતી પ્રોડક્ટ અને સર્વિસીઝ વિશે વધુ વિગતો માટે, ગ્રાહકો તેમના નજીકના શોરૂમ અથવા ફોક્સવેગન ઈન્ડિયાની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.