Western Times News

Gujarati News

વિવિધ સ્થળોએ ગરબાના તાલે આઠમના દિવસે યુવા ધન ઝૂમી ઉઠ્યું

દાહોદવાસીયો રામાનંદ પાર્ક ખાતેના ચાચર ચોકમાં મોડી રાત સુધી ગરબે ઘુમ્યા

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદમાં મા શક્તિની આરાધના પર્વ નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી અંતિમ તબક્કામાં આનંદની ચરમ સીમામાં પહોંચી છે. અને શહેરમાં વિવિધ સ્થળોએ ગરબાના તાલે છેલ્લા આઠ આઠ દિવસથી યૌવન ધન ઝૂમી રહ્યું છે

ત્યારે શહેરની દૂધીમતીના તટે મહામંડલેશ્વર શ્રી જગદીશજી મહારાજના સાનિધ્યમાં રામાનંદ પાર્ક ખાતેના ચાચર ચોકમાં છઠ્ઠા નોરતાના આનંદ ગરબા બાદ સાતમે નોરતે દિવ્યાંગ બાળકોના ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. અને ગરબામાં દિવ્યાંગ બાળકો તથા બહેનો ગરબાના તાલે ઝુમ્યા હતા.

થા ટ્રેડિશનલ ડ્રેસમાં ત્રિરંગાની થીમ પર ગરબાની રમઝટ મચી હતી. ગરબે રમવા આવનાર ખેલૈયા કરતા ગરબા જાેનારાઓની પણ ભારે ભીડ જામી હતી. દાહોદના રામાનંદ પાર્ક ખાતે છઠ્ઠા નોરતે આનંદના ગરબાની રમઝટ અને સાતમે નોરતે દિવ્યાંગ બાળકો માટેના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને તેમાં ડીજે પર ગરબાના તાલે દિવ્યાંગ બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અને ગરબામાં ભાગ લેનાર તમામ દિવ્યાંગ બાળકોને જગદીશજી મહારાજ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ગિફ્ટ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ રામાનંદ પાર્ક ખાતે કોઈપણ જાતના પાસ વિના સાતમે નોરતે ટ્રેડિશનલ ડ્રેસમાં તિરંગાની થીમ પર જ મોટી સંખ્યામાં યુવાધન ડીજેના તાલે રમાતા ગરબામાં મોડી રાત સુધી હિલોળે ચડ્યું હતું.

અને નોરતાના સાતમની રાતે ખેલૈયાઓ પરોઢ સુધી ગરબાના તાલે ઝુમ્યા હતા. આનંદ પાર્ક ખાતેના ગરબા ગ્રાઉન્ડમાં વિરાટ એલસીડી સ્ક્રીન પણ મૂકવામાં આવ્યું છે. જેમાં પ્રેક્ષકો મેદાનમાં રમાતા ગરબાને નજીકથી નિહાળી રહ્યા છે. રામાનંદ પાર્કમાં નાસ્તાના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.

તેમજ મેડિકલ માટેની તમામ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે સતત ત્રીજા વર્ષે પણ રામાનંદ પાર્કમાં થતા ગરબાની સફળતા માટે શ્રી રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી જગદીશજી મહારાજે દાહોદ વાસીઓનો ખુબ ખુબ આભાર માન્યો છે અને આવો જ સાથ અને સહકાર આવતા વર્ષે પણ મળતો રહે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.