Western Times News

Gujarati News

આસીફ શેખ અને રોહિતાશે નવી દિલ્હીમાં રામલીલાની ઉજવણીમાં ભાગ લીધો

ભાભીજી ઘર પર હૈના કલાકારો આસીફ શેખ અને રોહિતાશ ગૌર તેમની ભૂમિકાઓ વિભૂતિ નારાયણ મિશ્રા અને મનમોહન તિવારી તરીકે અત્યંત લોકપ્રિય છે. બંનેએ તાજેતરમાં ભવ્ય ઉજવણી જોવા માટે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત લવ કુશ રામલીલા મહોત્સવમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેઓ ચાર વર્ષ પછી એકત્ર આવ્યા હતા.

આસીફ શેખે ગયા વર્ષે તેની ઓનસ્ક્રીન પત્ની અનિતા ભાભી (વિદિશા શ્રીવાસ્તવ) સાથે આ શહેરમાં હાજરી આપી હતી. તેણે જીવનનો નોંધપાત્ર સમય વિતાવ્યો તે દિલ્હીમાં ફરી એક વાર દશેરાના તહેવારમાં પાછો આવી શક્યો તે બદલ ખુશી વ્યક્ત કરી, જ્યારે રોહિતાશ ગૌરની આ મુલાકાતે અભિનયના વહેલા દિવસોની યાદો તાજી કરી હતી.

રામલીલાની ઉજવણીની ભવ્યતામાં પોતાને ડુબાડતા અને આઈકોનિક ઈન્ડિયા ગેટ ખાતે વહાલા ચાહકોને મળવા ઉપરાંત આ બંનેએ દિલ્હીની મજેદાર ખાણીપીણી માણી હતી, સ્થાનિક સ્તરે શોપિંગ કર્યું હતું અને શહેરના તહેવારના જોશમાં ડૂબકીઓ લગાવવા સાથે ગલીઓમાં ચાહકો સાથે વાતો પણ કરી હતી.

આ રોમાંચ વિશે બોલતાં  આસીફ શેખ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે, “દિલ્હીમાં રામલીલા મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. દરેક મુલાકાત આ ઉજવણી અને તેના અતુલનીય દર્શકો માટે મારો વહાલ વધારે છે. આ નિઃશંક રીતે અલગ તરી આવે છે, કારણ કે આ કલાકારો અત્યંત ઉત્તમ કળા અને પ્રતિભાનું પ્રદર્શન કરે છે.

હું હંમેશાં રંગમંચના પરફોર્મન્સનો ચાહક રહ્યો છે અને દિલ્હીની રામલીલા અવશ્ય જોવા જેવા કાર્યક્રમોની મારી યાદીમાં ટોચે બિરાજે છે. મને જ્યારે પણ રામલીલામાં ભાગ લેવાનો મોકો મળ્યો ત્યારે હું લાલ કિસ્સા પર મારા મિત્રો સાથે જતો અને પરફોર્મન્સ નજીકથી જોવા માટે આગળના હરોળની બેઠક મેળવવા માટે પ્રયાસ કરતો. હવે મને મંચ પર તેમાં લાઈવ હાજરી આપવાનો મોકો મળે છે, જ્યાં ટોળા દ્વારા ઉત્સાહ વધારવામાં આવે છે.

આ લાગણી અતુલનીય છે. અમારા દર્શકો પાસેથી મને મળેલા પ્રેમ અને વહાલ માટે હું આભારી છું. ફરી એક વાર મારો સહ-કલાકાર રોહિતાશ (તિવારીજી) મારી જોડે હતો. ચાર વર્ષ પછી અમે અહીં પાછા મળ્યા અને આયોજકો અને ટોળાએ અમને જે રીતે આવકાર્યા તેનાથી અમારો આસમાન ગગનમાં સમાતો નહોતો. દિલ્હી વાલોં ને એક બાર ફિર હમારા દિલ જીત લિયા!’.

અભિનેતા ઉમેરે છે, “ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા ઉપરાંત રોહિતાશ અને મેં દિલ્હીમાં અમુક સ્થાનિક આકર્ષણો જોયાં, જેમ કે, ઈન્ડિયા ગેટ, જે શહેરમાં અમારા સમયની યાદો તાજી કરે છે. મેં મારા અમુક ફેવરીટ ભોજનનાં સ્થળો તેને બતાવ્યાં અને અમે દરેક ભોજન એકત્ર કર્યું. નિઃશંક રીતે મારે માટે હંમેશની જેમ આ ટ્રિપ યાદગાર બની રહી હતી.”

રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “રામલીલા જોઈને મને મારાં ટીનેજનાં વર્ષો યાદ આવે છે, જ્યારે હું ચંડીગઢ નજીક શહેર કાલકામાં તહેવારમાં જોશભેર ભાગ લેતો હતો. મને અંગદ અને વિભિષણની ભૂમિકા મળતી હતી, પરંતુ હું રામની ભૂમિકા ભજવવા માગતો હતો (હસે છે). આ રાજધાનીમાં કાર્યક્રમમાં મારી બીજી મુલાકાત પણ નોંધપાત્ર પ્રવાસ રહ્યો હતો, જે સમયે મારો પ્રિય અને સહ-કલાકાર અને શોમાં મારા પાડોશીની ભૂમિકા ભજવતો આસીફ શેખ મારી જોડે હતો.

અમને આ ભવ્ય ઉજવણી જોવાનો વિશેષાધિકાર મળ્યો, જ્યાં હજારો જોશીલા લોકો ભેગા થયા હતા. આ ખરેખર અદભુત અનુભવ હતો. હું મારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના દિવસોમાં શહેરમાં એક સમયે રહેતો હતો તે છતાં અમારા વ્યસ્ત શિડ્યુલને લીધે શહેર જોવાની તક મર્યાદિત હતી. જોકે આસીફજી પરફેક્ટ યજમાન બની રહ્યો, જે સ્થાનિક વાનગીઓ માટે મારા પ્રેમથી વાકેફ હતો.

તેણે મને શહેરનાં અમુક ઉત્કૃષ્ટ ખાદ્યો ખવડાવ્યાં, જેમાં સ્વાદિષ્ટ છોલે ભતુરેથી દિલ્હીના પ્રતિકાત્મક ચાટનો સમાવેશ થતો હતો. અમને અમારા ચાહકો સાથે જોડાવાની તક મળી અને અમારી મુલાકાત દરમિયાન તેમણે બતાવેલો વહાલ મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. હું આ શહેરમાં ફરી ફરી જવા ઉત્સુક છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.