Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર સરકારમાં ખાતાઓની ફાળવણી : એકનાથ શિંદેને ગૃહ અને જયંત પાટિલ નાણા મંત્રાલય

File

મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકારમાં આખરે મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ. આ ફાળવણીમાં શિવસેના પાસે મહત્વના ખાતા ગયા છે. ઉદ્ધવ ઠાકરે ની પાર્ટીને ગૃહ મંત્રાલય, પીડબલ્યુડી, શહેરી વિકાસ, ઈન્ડસ્ટ્રી જેવા મંત્રાલય મળ્યા છે. જ્યારે કોંગ્રેસને મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ, વગેરે મંત્રાલય મળ્યા છે. જ્યારે એનસીપીને ફાળે ગ્રામીણ વિકાસ, જળ સંસાધન, અને નાણા મંત્રાલય આવ્યાં છે.

1.એકનાથ શિંદે (શિવસેના)- ગૃહ મંત્રાલય, શહેરી વિકાસ, પર્યાવરણ, વન, વોટર સપ્લાય, સાર્વજનિક ઉપક્રમ, પૂર્વ સૈનિક કલ્યાણ, ટુરિઝમ, અને સંસદીય કાર્ય

2. સુભાષ દેસાઈ ( શિવસેના)- ઈન્ડસ્ટ્રી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, સ્પોર્ટ્સ, યુવા અને રોજગાર, એગ્રીકલ્ચર, ટ્રાન્સપોર્ટ, રોજગાર ગેરંટી યોજના, મરાઠી ભાષા

3. છગન ભૂજબળ (એનસીપી)- ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, જળ સંસાધન અને લાભ ક્ષેત્ર વિકાસ, વિશેષ સહાય, એક્સાઈઝ, સ્કિલ ડેવલપમેન્ટ, એફડીએ

4. જયંત પાટીલ (એનસીપી)- નાણા મંત્રાલય, હાઉસિંગ, પ્લાનિંગ, ફૂડ સપ્લાય, લેબર અને માઈનોરિટી ડેવલપમેન્ટ

5. બાળાસાહેબ થોરાટ (કોંગ્રેસ)- રેવન્યુ, ઉર્જા, મેડિકલ એજ્યુકેશન, વાણિજ્ય, શાળા શિક્ષણ, પશુપાલન અને મત્સ્ય પાલન, ડેરી ડેવલપમેન્ટ

6. નિતિન રાઉત (કોંગ્રેસ)- પીડબલ્યુડી (પબ્લિક સેક્ટર બાદ કરતા) આદિવાસી વિકાસ, અન્ય  પછાત વર્ગ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, રાહત અને પુન:વસવાટ, કપડાં ઉદ્યોગ, મદદ 

નોંધનીય છે કે એવી અટકળો હતી કે ભાજપ સાથે 3 દિવસની સરકરામાં દેવેન્દ્ર ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ બનનારા અજિત પવારને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારમાં પણ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે તે અંગેની આજે પણ કોઈ જાહેરાત થઈ નથી. મહારાષ્ટ્રમાં 29મી નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ભારે ઉથલપાથલ બાદ મહારાષ્ટ્રમાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સરકાર બની હતી. વિશ્વાસમત દરમિયાન આ ત્રણેય પક્ષના ગઠબંધન મહાવિકાસ આઘાડીને 169 મત મળ્યાં હતાં.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.