Western Times News

Gujarati News

ઝારખંડઃ ત્રીજા ચરણમાં ૧૭ બેઠકો ઉપર ૬૨ ટકા મતદાન

File photo

૮ જિલ્લાઓને આવરી લેતી ૧૭ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે મતદાન થયુંઃ ૩૨ મહિલાઓના ભાવિ ઇવીએમમાં સીલ
રાંચી, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ૬૨ ટકાની આસપાસ મતદાન થયું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આઠ જિલ્લાઓને આવરી લેતી ૧૭ સીટોમાં ૫૬૧૮૨૬૭ મતદારો પૈકી ૬૧.૧૯ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૪૦૦૦૦થી પણ વધુ સુરક્ષા જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.

અગાઉ આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. આ તબક્કામાં બાબુલાલ મારન્ડી અને એજેએસયુના અધ્યક્ષ સુદેશ મહતોની પ્રતિષ્છા દાવ પર લાગી હતી. તમામ મતદાન મથકો પર સવારે ઉત્સાહ જાવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ લાંબી લાઇન પણ જાવા મળી હતી. સઘન સુરક્ષા ચારેબાજુ રાખવામાં આવી હતી. ત્રીજા તબક્કાના મતદાન બાદ ૧૬મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં ૧૫ સીટ પર મતદાન થશે.

જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે.

શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુÂક્ત મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી.

મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે. ગયા શનિવારના દિવસે બીજા તબક્કામાં ૨૦ સીટો માટે મતદાન થયું હતું. જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્વિમ વિધાનસભા ક્ષેત્રોમાં ગુરુવારના દિવસે સાંજે પાંચ વાગે અને અન્ય ૧૮ વિધાનસભા સીટ પર સાંજે ત્રણ વાગે ચુંટણી પ્રચારનો અંત આવ્યો હતો.

બીજા તબક્કામાં જે સીટ પર મતદાન યોજાયું હતું તેમાં બહરાગોડા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, સરાયકેલા, ખરસાવા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપુર, તમાડ, માંડર, તોરપા, ખુંટી, સિસઈ, સિમડેગા અને કોલેબિરાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં ઉંચુ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો પર સઘન સુરક્ષા અને હિંસાની દહેશત વચ્ચે ૬૨થી ૬૪ ટકા વચ્ચે મતદાન થયું હતું.

બીજા તબક્કામાં સાતમી ડિસેમ્બરના દિવસે હિંસાના છુટાછવાયા બનાવો વચ્ચે ૬૩.૩૬ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું. આની સાથે જ ૨૯ મહિલા અને ૭૩ અપક્ષ ઉમેદવાર સહિત ૨૬૦ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. સાત જિલ્લાઓને આવરી લેતી ૨૦ સીટો પર કેન્દ્રીય દળો સહિત ૪૨૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા હતા. ૬૦૬૬ મતદાન મથકો પૈકી ૯૪૯ને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ૧૦૧ મતદાન મથકો ઉપર ખાસ સુવિધા ગોઠવવામાં આવી હતી. ૧૬૬૨ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.