Western Times News

Gujarati News

શરદ પૂનમની રાતે ખેલૈયાઓને ગરબા રમવામાં ‘ગ્રહણ’ નહીં નડે

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ‘શરદ પૂનમની રાતલડી ને ચાંદો ચઢ્યો આકાશ રે’ આ ગીત વાગે ને તમારા પગ ગરબા ગાવા માટે ના થનગને એવું બને ખરું? ગરબાના રસિયાઓ નવરાત્રી પૂરી થતાં જ ફરી ક્યારે ગરબા રમવા મળશે તેની રાહ જાેવા લાગે છે ત્યારે નવરાત્રીના નવ દિવસ બાદ અનેક જગ્યા પર શરદ પૂનમના ગરબાનું આયોજનજ કરવામાં આવે છે.

આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાની અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પણ પરંપરા છે, પરંતુ આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ હોઈને ખીર-પ્રસાદ કે દૂધ પૌંઆ ચાંદનીમાં નહીં ધરાવી શકાય, પરંતુ ખેલૈયાઓને ગરાબા રમવા માટે ગ્રહણ નહીં નડે. આમ તો પહેલાં નવ નોરતાં બાદ ગરબા રમવાનું પુરુ થઈ જતું હતું પણ હવે નવરાત્રી પૂરઅણ થયા બાદ પણ શહેરમાં ઠેરઠેર ગરબાના આયાજનો થયાં છે. લોકો મન મૂકીને ગરબા રમી લેશે અને ફરી આવતી નવરાત્રીની રાહ જાેશે.

કૃષ્ણ મંદિરો તેમજ અન્ય મંદિરોમાં ખાસ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાથી અમદાવાદ સહિત રાજ્યભરનાં તમામ મંદિરો બપોર બાદ બંધ રહેશે

શરદ પૂનમના દિવસે રાજકોટમાં નવરાત્રી જેવો જ ખાસ મહોલ જાેવા મળશે. આ દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ યોજાશે, જેમાં વાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ‘ગાય એનો ગરબો’ના તાલે રેસકોર્સમાં એક લાખથી વધુ લોકો ઝૂમીને વર્લ્ડ રેકોર્ડ તોડશે. પીએમ મોદી માતાજીની ભક્તિ અને આરાધના માટે જાણીતા છે. તેમણે માતાજીની ભક્તિને ઉજાગર કરતો એક ગરબો લખ્યો છે, જેના પર રાજકોટમાં ખાસ કાર્યક્રમ યોજાયો છે.

આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહેવાના છે. આ કાર્યક્રમનો ગ્રિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લંડન તેમજ ઈન્ડિયનટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ સહિત ત્રણ બુકમાં વર્લ્ડ રેકોર્ડ યોજાશે, સાથે, તેમાં ડ્રગ્સમુક્ત રાજકોટના સંકલ્પ અને ‘ સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે અભિયાનની શરૂઆત થશે.

ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ આ ગીતને સંગીતથી મઢ્યું છે, જેકી ભાગનાની આ ગીતના નિર્માતા છે. ગુજરાતમાં શરદ પૂર્ણિમા પર લોકો ગરબા રમે છે. મણિપુરમાં પણ શ્રીકૃષ્ણ ભક્તો રાસ રમે છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમાની રાતે મહાલક્ષ્મીની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેઓ આ પૂર્ણિમા પર મહાલક્ષ્મીની પૂજા કરે છે અને આખી રાત જાગતા રહે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.