Western Times News

Gujarati News

અભિનેત્રી દિપીકા પાદુકોણ ટ્રોલર્સ પર થઇ બરાબર ગુસ્સે

મુંબઈ, દિપીકા પાદુકોણ-રણવીર સિંહ આ દિવસોમાં એક મુદ્દામાં અનેક રીતે ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મિડીયા પર કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણ ૮ને લઇને ટ્રોલ થઇ રહ્યા છે. આ દરમિયાન દિપીકાએ રણવીર સાથે પોતાના રિલેશનને લઇને કંઇક એવી વાત શેર કરી હતી જે પછી ટ્રોલર્સના નિશાને પર હતા. જ્યારે આ વાતથી ગુસ્સે ભરાયેલી દિપીકાએ પોતાના ઓફિશયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને બધાની બોલતી બંધ કરી દીધી છે.

દિપીકાના આ ફની વિડીયોમાં પતિ રણવીર સિંહ પણે રિએક્ટ કર્યુ છે. કરણ જાેહરનો સૌથી ચર્ચિત શો કોફી વિથ કરણ ૮ના પહેલાં ગેસ્ટ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ હતા. આ દરમિયાન કપલે કરણ જાેહરના શોમાં અનેક વાતના ખુલાસા કર્યા હતા જે પછી દિપીકા ટ્રોલ થઇ. આ વાતને લઇને દિપીકા બરાબર ગુસ્સે ભરાઇ અને ટ્રોલર્સને જવાબ આપી દીધો. દિપીકાએ એક વાયરલ મીમ પર એક ફની વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે..

https://twitter.com/DisneyPlusHS/status/1716332128672293131

 

ઉલ્લેખનીય છે કે દિપીકાએ જણાવ્યું હતુ કે શરૂઆતમાં એ રણવીરને લઇને સિરીયસ હતી નહીં કારણકે એ સમયે હું ખરાબ દિવસોમાંથી પસાર થતી હતી. આમ, ઘણાં લોકોને દિપીકાની આ વાત પસંદ આવી નહીં અને ટ્રોલ થઇ. આ વાતને લઇને દિપીકા પાદુકોણે ફની વિડીયો શેર કર્યો અને લોકોની બોલતી બંધ કરી દીધી. આ ફની વિડીયો પર લોકોના જાતજાતના રિએક્શન આવી રહ્યા છે.

રણવીર સિંહે આ વિડીયો પર રિએક્ટ કરતા લખ્યુ છે કે હા હા હા હા હા… દિપીકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’ રિપબ્લિક ડે ૨૦૨૪માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અનિલ કપૂર લીડ રોલમાં છે. આ સિવાય ધ ઇટર્ન અને પ્રોજેક્ટ કે ના હિન્દી રીમેકમાં જાેવા મળશે. પ્રોજેક્ટ કેમાં એક્ટ્રેસની સાથે પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ આ દિવસોમાં સિંઘમ અગેનને ઇને ચર્ચામાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.