Western Times News

Gujarati News

TVનાં ૭ સૌથી મોંઘા સ્ટાર્સ, લાખો રૂપિયા લે છે એક એપિસોડની ફી

મુંબઈ, હિના ખાન, સાક્ષી તંવર, જેનિફટ વિંગેટ, દેવોલીના ભટ્ટાચાર્જી, રોનિત રોય જેવા અનેક ટીવી કલાકાર છે જેમને ઓડિયન્સને પોતાના તરફ ફિદા કરી દીધા છે. નવી જનરેશનના કલાકારોને પણ લોકોનો પ્રેમ અને પોપ્યુલારિટી મળી રહી છે. અનુપમા સિરીયલના અનેક લોકો દિવાના છે. અનુપમા સિરીયલથી ફેમસ થયેલી ૪૬ વર્ષની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એક એપિસોડના ૩ લાખ રૂપિયા લે છે.

ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસમાંથી એક છે. આ શોથી રૂપાલીએ એક્ટિંગની દુનિયામાં કમબેક કર્યુ છે. ટીવી પર છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહેલી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા નિભાવી રહેલા દિલીપ જાેષી પણ આ લિસ્ટમાં છે. રિપોર્ટ અનુસાર દિલીપ આ શોમાં મહિનામાં ૨૫ દિવસ કામ કરે છે. આ માટે ૩૬ લાખ રૂપિયા મળે છે. એક એપિસોડના દિલીપ જાેષી ૧.૪૫ લાખ રૂપિયા લે છે.

શ્રદ્ધા આર્યાએ કુંડલી ભાગ્યમાં ડો. પ્રીતા અરોરાની ભૂમિકા નિભાવીને પ્રસિદ્ધિ મેળવી છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ ભુમિકા નિભાવી રહી છે. શ્રદ્ધા એક એપિસોડના ૧-૧.૫ લાખ રૂપિયા લે છે. બિગ બોસ ૧૫ની વિનર તેજસ્વી પ્રકાશ ટીવીની બીજી સૌથી મોંઘી એક્ટ્રેસ છે. આ દિવસોમાં નાગિનમાં ટ્રિપલ રોલ નિભાવે છે. આ અઠવાડિયામાં ૧૦ લાખ રૂપિયાની કમાણી કરી છે.

હર્ષદ ચોપડાએ બેપનાહ, હમસફર, ઘરમપત્ની સહિત અનેક શોમાં કામ કર્યુ છે. આ દિવસોમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં છે. એક એપિસોડના ૩ લાખ રૂપિયા લે છે. ગૌરવ ખન્નાએ અનુપમા સિરીયલથી પ્રસિદ્ધિ મેળવી છે. આ પહેલા કુમકુમઃ પ્યારા સા બંઘન, મેરી ડોલી તેરે અંગના સહિત અનેક સિરીયલોમાં કામ કર્યુ છે. ગૌરવ એક એપિસોડના ૧.૫ લાખ રૂપિયા લે છે.

ટીવીનો પોપ્યુલર શો ધ કપિલ શર્મા શોને હોસ્ટ કરનાર કપિલ શર્માની ફી ઘણી વઘારે છે. આ એક એપિસોડના ૫૦ લાખ રૂપિયા લે છે. એટલે કે વિકેન્ડ આવતા એક કરોડ રૂપિયા મળે છે. કપિલ શર્માનું નેટવર્થ ૩૦૦ કરોડ રૂપિયાનું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.