Western Times News

Gujarati News

ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદે ભારત ૧૩૦ ટકા ક્ષમતા સાથે દોડી રહી છે

 ૧૫થી ૩૦ વર્ષના ૨૪ ટકા, ૩૧થી ૪૫ વર્ષના ૩૩ ટકા લોકો વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે

(એજન્સી)અમદાવાદ, રેલવેએ પેસેન્જરોને આરામદાયક તેમજ ઝડપી સેમી હાઈસ્પીડ ટ્રેેનની સુવિધા ઉપલબ્ધ કરાવતા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરી છે. આ ટ્રેનોની લોકપ્રિયતા સતત વધી રહી છે, તેમાં પણ યુવાનો સૌથી વધુ વંદે ભારતમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં કુલ ચાર વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે

જેમાંથી ૩ વંદે ભારત એક્સપ્રેસ ગુજરાતમાં દોડી રહી છે. આ ત્રણેય વંદે ભારત ટ્રેનો લગભગ પૂર્ણ ક્ષમતા સાથે દોડી રહી છે. તેમાં પણ મુંબઈ-ગાંધીનગર કેપિટલ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ૧૩૦ ટકા ક્ષમતા સાથે દોડી રહી છે.

રેલવે અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું કે, પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં મુંબઈ-ગાંધીનગર કેપિટલ, અમદાવાદ-જામનગર, અમદાવાદ (સાબરમતી)- જાેધપુર વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અન્ય ટ્રેનોની સરખામણીમાં ઝડપી વંદે ભારત ટ્રેનના આરામદાયક યાત્રા સુવિધાની સાથે વિવિધ પ્રકારના આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજનને પગલે તેની માગ સતત વધી રહી છે.

અધિકારીએે જણાવ્યું કે, મુંબઈ- ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ ત્યારે દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હતી. કુલ ૧૧૨૮ બેઠકની ક્ષમતા ધરાવતી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ- અમદાવાદ વચ્ચે શરૂ થયા બાદથી જ ૧૩૦ ટકાથી વધુની સરેરાશ ક્ષમતા સાથે પેસેન્જરોમાં ખુબ જ લોકપ્રિય છે. આ ટ્રેનમાં સૌથી વધુ યુવાનોની પ્રથમ પસંદ બની છે

જેેમાં ૧૫થી ૩૦ વર્ષના ૨૪ ટકા પેસેન્જરોની સાથે ૩૧થી ૪૫ વર્ષની વયજૂથના ૩૩ ટકા પેસેન્જર, ૪૬થી ૬૦ વર્ષની વયના ૨૫ ટકાથી વધુ પેસેન્જરોની સાથે ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોની સંખ્યા લગભગ ૧૪ ટકા છે. તેવી જ રીતે અમદાવાદ-જામનગર, અમદાવાદ (સાબરમતી)-જાેધપુર વંદે ભારત ટ્રેનોેને પણ ૨૫થી ૪૫ વર્ષની વયના યુવાનો, વેપારી પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છેે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.