Western Times News

Gujarati News

પરણેલા હોવાનું છુપાવીને અન્ય લગ્ન કરવા તે અપરાધ ગણાશે

પ્રતિકાત્મક

નવા ભારતીય ન્યાય સંહિતામાં ‘લવજેહાદ’ ના અપરાધ સામે પ્રથમ વખત સીધી જાેગવાઈ

નવી દિલ્હી, કેન્દ્રીની મોદી સરકાર દ્વારા ઈન્ડિયન પીનલ કોડના સ્થાને ભારત ન્યાય સંહિતાૃ નવો ફોજદારી ધારો લાવવામાં આવી રહ્યો છે તેમાં ફક્ત બ્રિટીશ પરંપરાને ભુલાવીને કાનુનના નામ બદલવાની જ નહીં પણ જૂની અનેક જાેગવાઈઓ જે હાલ અપ્રસ્તુત બની ગઈ છે તેને રદ કરવા ઉપરાંત હાલના સમય મુજબ જે કાનૂની આવશ્યકતા છે It will be an offense to marry another while concealing the fact that you are married

તેને ઉમેરવાની અત્યાર સુધીની સૌથી મોટી કાનુની કવાયત છે અને તેમાં હાલ જે લવજેહાદની સતત ચર્ચા અને ચિંતા છે તે સમસ્યા ઉકેલવા ભણી પણ સરકારે પ્રથમ વખત કાનુની જાેગવાઈ કરી છે. નવા ભારતીય ન્યાય સંહિતાની નવી પ્રસ્તાવિત જાેગવાઈ મુજબ ખુદ પરણિત હોવા છતાં પણ કોઈ મહિલાથી તે છુપાવીને ફક્ત તેની સાથે લગ્ન કરવા તે જાહેર ન કર્યું કે તેની સાથે જાતીય સંબંધ બાંધવા તેમાં પણ તેનું પરણીત હોવાનું છુપાવવું તે અપરાધ ગણાશે

આ માટે ‘કપટ’ રચવાનો અપરાધ ભારતીય ન્યાય સંહિતાની ૬૯ની કલમમાં જાેગવાઈ છે જે ઉપરાંત લગ્ન નહીં કરવાના ઈરાદા છતા તે માટે મહિલાને વચન આપવું તેની સાથે જાતીય સંબંધો બાંધવા જે બળાત્કારની વ્યાખ્યામાં ન આવતા હોય તો પણ તેવા કૃત્ય માટે ૧૦ વર્ષ સુધીની જેલ સજા અને દંડ થઈ શકશે.

જેમાં ડીસીન્ટફુલ એટલે કે કપટી રીતે થતા કૃત્ય જેમાં ઈરાદાપુર્વક ખોટા વચનો આપીને મહિલાને ફસાવાય છે તે વ્યાખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. જે ાં આવે જ વિચારણા થશે અને ઓળખ છુપાવવાની સાથે લગ્ન સંબંધી સ્ટેટસ-પરણીત કે નહીં વિ. પણ ઉમેરાશે. એક વખત આ કલમ ઉમેરાય પછી લવજેહાદ જેવા કેસોમાં અદાલતી કામકાજ સરળ બની જશે.

આ જાેગવાઈમાં નોકરી આપવાના બહાને લગ્ન કરાયાના વચનમાં વિ. પ્રકારના ‘કપટી’ રીતોનો પણ અન્ય ધર્મની છોકરી કે મહિલાને તેની પ્રેમજાળ, લાલચમાં લપેટીને પછી લગ્ન કરવાના બહાને સેક્સ સંબંધનો સમાવેશ કરાયો છે. લગજેહાદએ એક છુપો પણ વાસ્તવિક અપરાધ બની ગયો છે. ખાસ કરીને વિધરમ્‌ દ્વારા બાંધવા. ખોટી ઓળખથી પોતાનો ધર્મ છુપાવવોલ બળજબરીથી ધર્માંતર કરાવવું વિ.ને વધતા કેસોનો પણ અહીં સમાવેશ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.