Western Times News

Gujarati News

ઓઢવમાં SBIનું ATM તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં એટીએમના મશીન તોડીને રૂપિયા ચોરતી ગેંગ વધુ એક વખત સક્રીય થઈ છે થોડા દિવસો અગાઉ ઓઢવમાં આવેલા એસબીઆઈના એટીએમ મશીનને ટોળકીએ તોડવાનો પ્રયાસ કર્યો હતો જાકે તેમનો આ પ્રયત્ન નિષ્ફળ નિવડયો હતો. એટીએમ મશીનનો સિકયુરીટી ગાર્ડ રાત્રે જમવા માટે હોટેલે ગયો એ સમયે આ ઘટના બની હતી. બીજી તરફ એટીએમના સીસીટીવી કેમેરા કાર્યરત ન હોવાથી ચોરોની ભાળ મેળવી શકાઈ નથી. આ ઘટનાની ફરિયાદ લઈ ઓઢવ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


ઓઢવ જીઆઈડીસીમાં આવેલી એસબીઆઈ બેંકના (Odhav GIDC SBI bank atm) મેનેજર સંજીવકુમાર ઝા (રહે. નારાયણનગર, પાલડી) એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે કેટલાક દિવસો અગાઉ ઓઢવ એસબીઆઈ બ્રાંચના એટીએમમાં રાતની નોકરી માટે હસમુખભાઈ રામજીભાઈ પરમાર આવ્યા હતા રાત્રે આઠ વાગ્યાના સુમારે હસમુખભાઈ નજીક આવેલી એક હોટેલમાં જમવા માટે ગયા હતા જયાંથી આશરે એક કલાક બાદ પરત ફરતા તેમણે એટીએમ મશીનની સ્ક્રીન તુટેલી જાઈ હતી નજીક જઈ તપાસ કરતા એટીએમ મશીનના સ્ક્રીન ઉપરાંત કિ પેડ, સાઈડમાંથી લોખંડના પતરા તુટેલા દેખાતા ગભરાયેલા હસમુખભાઈએ તુરંત ૧૦૦ નંબર પર ફોન કરી તમામ હકીકત જણાવી હતી બાદમાં બેંકના મેનેજર સંજીવભાઈને પણ જાણ કરી હતી.

એટીએમ મશીન તોડવાના પ્રયાસની જાણ થતાં જ સંજીવભાઈ તુરંત જ ઓઢવ ખાતે પહોચ્યા હતા અને તમામ હકીકતથી જાણ્યા બાદ ઉપરી અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી બાદમાં પોલીસ ફરીયાદ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ એક કલાકના ગાળા દરમિયાન એટીએમ મશીન તોડી લુંટનો પ્રયાસ કર્યો હતો જાકે તેમાં નિષ્ફળ રહેતા એટીએમ મશીનને ભારે નુકસાન પહોચાડયા બાદ તે સિકયુરીટી ગાર્ડ આવે એ પહેલાં જ રફુચક્કર થઈ ગયા હતા. એસબીઆઈના એટીએમની બાજુમાં જ બેન્ક ઓફ બરોડાનું પણ એટીએમ આવેલું છે પરંતુ તેને કોઈ નુકસાન થયું નથી.

બીજી તરફ પોલીસ તપાસમાં એટીએમના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું ખુલ્યું છે જેના પગલે તસ્કરોની ઓળખ મેળવવા પોલીસ આસપાસના અન્ય સીસીટીવી કેમેરાની મદદ લેવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.