Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનની કરોડોની જમીન પર NIDનું દબાણ

નાણાંકીય ઉચાપત કેસમાં ત્રણ કર્મચારીઓને બરતરફ કરાશેઃઅમુલભાઈ ભટ્ટ

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના નામે ગરીબોના ઝૂંપડા તોડી પાડવામાં અવ્યા છે જ્યારે પાલડી સ્થિત એનઆઈડીએ (Encroachment of AMC land by NID, Paldi, Ahmedabad) મનપાની કરોડો રૂપિયાની જમીન પર કબજા જમાવ્યો છે જે પરત મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોેરશનમાં બે વર્ષ પહેલાં થયેલા નાણાંકીય ઉચાપતના કેસમાં ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જ્યારે ઈડબલ્યુએસ યોજના અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ૬૬૦૦ નવા મકાનો તૈયાર કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ઘાટલોડીયાના કોર્પોરેટર જતીનભાઈ પટેલે એનઆઈડી દ્વારા મનપાની જમીન પર કરવામાં આવેલા દબાણ અંગે રજુઆત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર સાબરમતી રિવરફ્ન્ટની અંદાજે રૂ.૧૦૦ કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી જમીન પર એનઆઈડી દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે.


એનઆઈડીના ડીરેક્ટરપદે મેયર (Ahmedabad Mayor as a Director of NID)  હોય છે તથા સદર સંસ્થા કેન્દ્ર સરકારની હોવાથી ઘણા વર્ષોથી કાર્યવાહી થઈ નથી. પરંતુ સદ્‌ર જમીન મ્યુનિસિપલ કોર્પોેરેશનની હોવાથી તેનો કબજા પરત લેવા માટે પ્રયાસ કરી તેનો પ્રજાકીય કામો માટે ઉપયોગ કરવો જાઈએ.

તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. જતીનભાઈ પટેલની રજુઆત મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરે જવાબ આપતા જણાવ્યુ હતુ કે તેઓ આ બાબતથી વાકેફ છે તથા જમીન મુદ્દે તેઓ સીધી કાર્યવાહી કરી રહ્યા છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિન ચેરમેન અમુલભાઈના (Standing Committee chairman Amulbhai) જણાવ્યા અનુસાર બે વર્ષ પહેલાં નવા પશ્ચિમ ઝોન સીટી સીવિક સેન્ટરમાં થયેલ નાણાંકીય ઉચાપત મામલે ત્રણ કર્મચારીઓ સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. તેમની ધરપકડ પણ થઈ હતી. મ્યુનિસિપલ વિજીલન્સ ખાતાની તપાસ દરમ્યાન રૂ.૧ કરોડ ૭૮ લાખની ઉચાપત થઈ હોવાનું જાહેર થયુ હતુ. નાણાંકીય ઉચાપતમાં સામેલ નવા પશ્ચિમ ઝોનના ત્રણ કેશિયરને નોકરીમાંથી બરતરફ કરવાની દરખાસ્ત તૈયાર થઈ રહી છે.

ખાતાકીય તપાસ પૂર્ણ થતાંની સાથે જ તમામને બરતરફ કરવામાં આવે છે. જ્યારે નાણાં વિભાગના જુનિયર ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તથા આસિસ્ટન્ટ મેનેજરને આઈઆર વિભાગ નક્કી કરે તે સજા કરવામાં આવશે. કમિટી સભ્ય જતીનભાઈ પટેલે નાણાં રીકવરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉચાપત કરનાર પાસેથી નાણા રીકવરી કરવાની કાર્યવાહીનો મુદ્દો તથા છેલ્લા બે વર્ષથી આપવામાં આવતા ૭પ ટકા પગાર બંધ કરવા માટે પણ તેમણે રજુઆત કરી હતી.

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૬૦ હજાર મકાન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે વટવા, અસલાલી, ઓઢવ સહિતના વિસ્તારોમાં ૬૬૦૦ મકાન બનાવવા માટે રજુ કરવામાં આવેલી દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. મનપા દ્વારા અંદાજે રૂ.૩પ૦ કરોડના ખર્ચથી ૬૬૦૦ આવાસ તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવી ટી.પી.ની જાહેરાત થાય તે સાથે જ રીઝર્વ જમીન પર ઈડબલ્યુએસ અંતર્ગત મકાનો બનાવવામાં આવશે.

ર૦ર૦ સુધી ૬૦ હજાર મકાનોની રૂપરેખા તૈયાર થઈ જશે તેથી કેન્દ્ર સરકારના લક્ષ્યાંક મુજબ ર૦રર સુધી ટાર્ગેટ પૂર્ણ કરાશે. ર૦૧૮માં ધરાશાયી થયેલ શિવમ એપાર્ટમેન્ટના રી-ડેવલપમેન્ટની દરખાસતે પણ મંજુરી આપવામાં આવી છે. જેમાં બિલ્ડરને ટીડીઆર આપવામાં આવશે. શિવમ એપાર્ટમેન્ટના મુળ માલિકોને જ મકાનનો કબજા સોંપવામં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.