Western Times News

Gujarati News

છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા પાંચ ગણી થઈ

યુએસમાં ઘૂસણખોરી કરતા ૯૭ હજાર ભારતીય પકડાયા

(એજન્સી)વોશિંગ્ટન, ભારતના લોકોનો અમેરિકા માટેનો ક્રેઝ જાણીતો છે. યેન કેન પ્રકારે અમેરિકામાં ઘૂસવા માટે ભારતના ઘણા લોકો ગમે તે કરી છુટવા માટે તૈયાર હોય છે.

અમેરિકાના વિઝા લઈને જનારા ભારતીયોની સાથે સાથે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂસવા માંગતા ભારતીયોની સંખ્યા પણ ઘણી મોટી છે. અમેરિકાના કસ્ટમ અને બોર્ડર સિક્યુરિટીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ૯૭૦૦૦ ભારતીયો અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા પાંચ ગણી થઈ ચુકી છે. આંકડા પ્રમાણે ૨૦૧૯-૨૦માં ૧૯૦૦૦ જેટલા ભારતીયો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરતા પકડાયા હતા અને એ પછી હવે આ આંકડો સતત વધતો જ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પકડાયેલા ભારતીયો પૈકી ૩૦૦૦૦ કેનેડા બોર્ડર પર અને ૪૧૦૦૦ મેક્સિકો બોર્ડર પકડાયા છે.

તેમને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એકલા વ્યક્તિ, પરિવારના સભ્યો, સગીર વયના વ્યક્તિ સાથે તથા બાળકોનો સમાવશ થાય છે. પકડાયેલાઓમાં સૌથી વધારે સંખ્યા પુખ્ત વયના અને એકલા લોકોની છે. અમેરિકન સેનેટર જેમ્સ લેંકફોર્ડે મોટી સંખ્યામાં અમેરિકામાં થઈ રહેલી ઘૂસણખોરી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે, લોકો સંખ્યાબંધ ફ્લાઈટસ બદલીને મેકિસકો પહોંચે છે અને ત્યાંની ગેંગો લોકોને અમેરિકામાં ઘૂસણખોરી કરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.