Western Times News

Gujarati News

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, દિવાળી પછી રાહતના સમાચાર આવ્યા છે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આ સિવાય જાે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ૧૪ કિલોના સિલિન્ડરના ભાવ યથાવત છે.

સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશન લિમિટેડ તરફથી મળેલી માહિતી અનુસાર, ગેસ સિલિન્ડર આજથી એટલે કે ૧૬ નવેમ્બરથી સસ્તો થઈ ગયો છે. આ વખતે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૫૭.૫૦ રૂપિયા સસ્તી થઈ છે.

આજના ઘટાડા બાદ દિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત ૧૭૫૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય કોલકાતામાં ૧૮૮૫.૫૦ રૂપિયા, મુંબઈમાં ૧૭૨૮ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૯૪૨ રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. તમને જણાવી દઈએ કે દિવાળી પહેલાં એટલે કે પહેલી તારીખે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૧.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત છે. તમને જણાવી દઈએ કે ૩૦ ઓગસ્ટના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ૪૦૦ રૂપિયાની કપાતની જાહેરાત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.