Western Times News

Gujarati News

વીરપુરમાં જલારામ બાપાના ભક્તોમાં દેખાયો ક્રિકેટ પ્રેમ

દર્શને આવેલ ભક્તો ભારતના ડ્રેસ કોડમાં જાેવા મળ્યા હતા-વર્લ્ડ કપની પ્રતિકૃતિવાળી રંગોળીઓ કરવામાં આવી હતી 

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

(એજન્સી)રાજકોટ,  સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં જલારામબાપાની આજે ૨૨૪ મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે. દેશ વિદેશથી જલારામબાપાના ભક્તો દર્શને આવી પહોંચ્યા છે. મોડી રાતથી જલારામબાપાના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી હતી. આવામાં મંદિર દર્શને આવેલા ભક્તોએ વર્લ્ડકપમાં ભારતના જીતની પ્રાર્થના કરી હતી.

ભારત વર્લ્ડ કપ જીતે તેવી દર્શને આવતા ભક્તોની પ્રાર્થના છે. સાથે જ દર્શને આવેલ ભક્તો ભારતના ડ્રેસ કોડમાં જાેવા મળ્યા હતા. જલારામ બાપાની જયંતી હોઈ વીરપુરમાં ઘરે ઘરે રંગોળીઓ સાથે વીરપુરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જાેકે, જલારામબાપા સાથે વર્લ્ડ કપની પણ રંગોળી કરવામાં આવી છે. દર્શને આવતા ભક્તો તેમજ વીરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યોહતો.

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિ નિમિતે આજે બાપાની જન્મ ભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. જન્મ જયંતિ નિમિતે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે વહેલી સવારથી જ આવી ગયા હતાં. મંદિરની બંને બાજુ એક એક કિમીની કતારો લાગી ગઈ હતી.

૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી માટે વિરપુરમાં ધજા, પતાકા, કમાનો રોશનીથી શણગારવામાં આવ્યું છે. અને વીરપુરમાં જલારામ જયંતીએ બીજી દિવાળી જેવો માહોલ હોય છે. તેમ ખાસ વાત આંખે ઉડીને વળગે તેવી કે જલારામ જયંતિમાં પણ ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવર છવાઈ ગયો હતો.

અહીં રંગોળીમાં જલારામ બાપા તો છે, જ સાથો સાથ વર્લ્ડ કપની પ્રતિકૃતિવાળી રંગોળીઓ કરવામાં આવી હતી અને કેટલાક ભાવિકો તો ટીમ ઇન્ડિયાના ડ્રેસ કોડમાં આવેલ છે. અને આ ટીમ ઇન્ડિયાના ડ્રેસ કોડમાં આવેલ ભાવિક સહિતના તમામ ભાવિકોએ એકી અવાજે ભારત વર્લ્ડ કપ જીતશે તેવો જય જલારામ સાથે નાદ કરેલ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.