Western Times News

Gujarati News

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને બીજાે એક કિલો સોનાનો મુગટ અર્પણ

હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ તેમજ સોનાની જનોઈ સહિત અન્ય આભૂષણો અર્પણ કરાયા

(એજન્સી)સાળંગપુર, સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૧૭૫ માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજથી મહોત્સવ નો શુભારંભ થઈ ચૂક્યો છે. તેમજ કથામાં ખૂબજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જાેવા મળી રહ્યો છે.

ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ-અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ બે દિવસ પહેલા સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ અને દાદાની ગદા સહિતના આભૂષણ અપર્ણ કરવામા આવ્યા હતાં.

હનુમાન દાદા ને આજ રોજ મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્રારા સોનાનો હીરા જડિત ૧ કિલો સોનાનો મુગટ તેમજ સોનાની જનોઈ આજે મુંબઈના ઉદ્યોગપતિ દ્રારા અર્પણ કરવામાં આવી છે. આ મુગટ ૧ કિલો સોનામાંથી બનાવવામાં આવ્યો છે. માથા પર પોપટની ડિઝાઈનવાળા આ સોનેરી મુગટ દાદાના ચરણમાં આજે અર્પણ કરવામાં આવ્યો હતો. સોનાનો આ મુગટ સવા ફૂટ ઉંચો અને ૧.૫ ફૂટ પહોળો છે.

તેમજ કારીગરો દ્વારા હેન્ડ પેઇન્ટિંગ સાથે મીણાં કારીગરી પણ તેમાં કરવામાં આવી છે. આ મુગટમાં બે મોટા કમળની ડિઝાઈન દોરવામાં આવી છે. જે મુગટને વધારે આકર્ષિત બનાવે છે. તેમાં ૩૫૦ કેરેટ લેબરોલ ડાયમન્ડ પણ જડિત છે. આ મુગટ બનાવવામાં ૧૮ કારીગરોને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. મુંબઈના મુગટ સહિત અન્ય આભુષણો આજે દાદાને અર્પણ કરવામાં આવતા સમગ્ર સાળંગપુર ધામમાં આનંદમય માહોલ જાેવા મળી રહ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.