Western Times News

Gujarati News

ઠંડી વધતાં વડોદરામાં ડેન્ગ્યૂના દર્દીઓમાં વધારો

૨૪ કલાકમાં ડેન્ગ્યૂના ૧૫ કેસો નોંધાતા હાહાકાર

રાજ્યમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે, હવે જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે, તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે

વડોદરા, રાજ્યમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે, હવે જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે, તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે. હાલમાં જ માહિતી છે કે વડોદરામાં ફરી એકવાર ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો જાેવા મળ્યો છે. વડોદારમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વધ્યો છે, જેમાં ડેન્ગ્યૂના કેસો ઝડપથી વધી રહ્યાં છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ડેન્ગ્યૂના ૧૫ કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના ૧૩૮ કેસો નોંધાયા છે.

સતત વધી રહેલા રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વડોદરા મહાનગર પાલિકાની ૨૬૪ ટીમોએ સર્વે હાથ ધર્યો છે, શહેરમાં ૩૪૯ સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે, બે દિવસમાં ૧૧ હજાર સ્થળોએ ફૉગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારમાં રાજકોટમાં રોગચાળો વકર્યો છે. પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સિવિલ હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ગત સપ્તાહમાં શરદી ઉધરસના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ડેંગ્યૂના ૧૧, ચીકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થયો છે. ખાનગી ક્લિનિક અને હૉસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જાેવા મળી હતી. જેમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.Increase in dengue patients in Vadodara as cold weather increases

અમદાવાદમાં નવેમ્બર મહિનાની શરુઆતમાં જ પાંચ દિવસમાં ડેન્ગ્યુના ૪૬ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના ૨૩, ઝેરી મેલેરિયાના ૬ તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી તપાસ બાદ ૧૧૪ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના ૧૦ સેમ્પલ અનફીટ જાહે૨ કરવામાં આવ્યા હતા. છસ્ઝ્ર અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જાેવા મળ્યા છે.

રાજ્યના મહાનગરોમાં પણ પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જાેવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ અચાનક રોગચાળામાં વધારો થતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. સુરત શહેરમાં પણ દિવાળીના તહેવાર બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. વડોદરામાં પણ રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.