Western Times News

Gujarati News

રેલવે ટ્રેક પર બેસીને ગીત સાંભળવું આ બંને યુવાનોને ભારે પડ્યુંઃ જીવ ગુમાવ્યા

પ્રતિકાત્મક

હેડફોનના કારણે બે ભાઈએ ગુમાવ્યા જીવ -યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા

કાનપુર,  કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કારણે આ વિસ્તારમાં શોક જાેવા મળી રહ્યો છે. હેડફોનના કારણે બે ભાઈઓએ જીવ ગુમાવ્યા છે. બે પિતરાઈ ભાઈઓ હેડફોન પહેરીને રેલવે ટ્રેક પર બેઠા હતા ત્યારે અચાનક એક ટ્રેન આવી અને તેમને સીધી ટક્કર મારી દીધી હતી. આ પછી બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના દિવાળીના એક દિવસ પહેલા બની હતી.

આર્મી મેડિકલ ટ્રેને બંનેને ટક્કર મારી હતી. આ ઘટના એટલા માટે બની કારણ કે આ બંનેએ હેડફોન પહેરેલા હોવાથી ટ્રેનનો અવાજ સાંભળી ન શક્યા. આ બંને ભાઈઓ અગ્નિવીરની તૈયારી કરી રહ્યા હતા. તે દરરોજ સવારે રેલવે ટ્રેક પાસે કસરત કરવા જતા હતા. હંમેશની જેમ શનિવારે પણ ગયા. જાે કે રેલવે ટ્રેક પર હેડફોન લગાવીને બેસવાની ભૂલ તેમને મોંઘી પડી છે.

ટ્રેનની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બંનેના મૃતદેહનો કબજાે લઈ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ યુવક શાહપુર ગામનો રહેવાસી હતો. આ ઘટના બાદ તેમના પરિવારજનોને પોલીસ દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ સમયે ત્યાં હાજર રેલવેમેને આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે.

રેલવે કર્મચારીએ કહ્યું કે, સામેથી ટ્રેન આવી રહી હતી અને મેં આ યુવકને રેલવે ટ્રેક પર બેઠેલો જાેયો. આ વખતે મેં આ યુવાનોને બૂમ પાડીને ચેતવવાનો ખૂબ પ્રયાસ કર્યો. જાેકે મારો અવાજ તેમના સુધી પહોંચી શક્યો ન હતો. આ બંને યુવકોના કાનમાં હેડફોન હતા. તે ગીત સાંભળતા હોવાથી મારો અવાજ તેમના સુધી પહોંચી શક્યો નહીં.

સમય એટલો ઓછો હતો કે એક ટ્રેન સીધી સામે આવી અને તેમને ટક્કર મારી દીધી. જે ટ્રેને આ યુવકોને ટક્કર મારી તે આર્મી મેડિકલ ટ્રેન હતી. આ ટ્રેનમાં બે કોચ હતા. હવે આ કિસ્સાના પગલે ગામમાં શોકનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ભૂતકાળમાં આવી જ અનેક ઘટનાઓ બની છે. હંમેશા કહેવામાં આવે છે કે ટ્રેનના પાટાથી દૂર રહેવું જાેઈએ. જાે કે આવી ઘટનાઓ અવાર-નવાર બનતી જાેવા મળે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.