Western Times News

Gujarati News

એવું તે શું થયું કે એરફોર્સને બે રાફેલ ફાઈટર પ્લેન તાત્કાલિક ઉડાડવા પડ્યા

પ્રતિકાત્મક

એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય કરાઈઃ યુએફઓને શોધવા બે રાફેલ ફાઈટર પ્લેને તાત્કાલિક ઉડાન ભરીઃ ઇમ્ફાલ એરપોર્ટ પરની કામગીરી થોડો સમય સ્થગિત કરાઈ હતી

ઇમ્ફાલ એરપોર્ટ પર UFO દેખાતા ભારતીય વાયુસેના સજ્જ

ઇમ્ફાલ, ઇમ્ફાલમાં અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ જાેયા પછી, વાયુસેનાએ તેમને શોધવા માટે ૨ રાફેલ ફાઇટર પ્લેન તૈનાત કર્યા હતા. આ સિવાય એર ડિફેન્સ સિસ્ટમ પણ તરત જ સક્રિય થઈ ગઈ હતી. જાેકે, અત્યાર સુધીની તપાસમાં એરફોર્સને કંઈ મળ્યું નથી.

ન્યૂઝ એજન્સીએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને કહ્યું કે, એરપોર્ટ પરથી માહિતી મળ્યા બાદ એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડે આ રાફેલ મોકલ્યા હતા. આકાશમાં ક્યાંય કોઈ પદાર્થ દેખાયો નહિ. પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેઝ પર રાફેલ ફાઈટર પ્લેન તૈનાત કરવામાં આવ્યું છે. તે ચીન બોર્ડર પાસે સ્થિત અનેક એરફોર્સ બેઝ પરથી ઉડતું રહે છે.
એરફોર્સે ૧૯ નવેમ્બરના રોજ યુએફઓ કેસમાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવાની પુષ્ટિ પણ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે યુએફઓનાં વીડિયો પણ છે. સંબંધિત એજન્સીઓ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. જાેકે, સંપૂર્ણ તપાસ બાદ ઈમ્ફાલ એરપોર્ટને ફ્લાઈટ ઓપરેશન માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું.

વાસ્તવમાં, એર ટ્રાફિક કંટ્રોલએ દાવો કર્યો હતો કે ૧૯ નવેમ્બરે બપોરે ૨ઃ૩૦ વાગ્યે ઇમ્ફાલ એરપોર્ટ પર ેંર્હ્લં જાેયું હતું. આ પછી એર ઈન્ડિયાની બે અને ઈન્ડિગોની એક ફ્લાઈટને લેન્ડ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે જ સમયે ઈમ્ફાલ આવતી બે ફ્લાઈટને કોલકાતા તરફ વાળવામાં આવી હતી. ઇમ્ફાલ એટીસીએ આ અંગે વાયુસેનાને જાણ કરી હતી.

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઈમ્ફાલ એરસ્પેસ અને ફ્લાઈટ ઓપરેશન્સ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે એક હજાર જેટલા મુસાફરોને અસર થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઈમ્ફાલ એરસ્પેસનું નિયંત્રણ એરફોર્સને સોંપી દીધું છે. વાયુસેનાની મંજૂરી બાદ જ ઇમ્ફાલમાં વાણિજ્યિક ઉડાન કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી જઈ રહેલી એક મહિલા પેસેન્જરે કહ્યું- પ્લેનમાં બોર્ડિંગ ૩ વાગ્યા સુધીમાં પૂરું થઈ ગયું હતું, પરંતુ ટેક ઓફ માટે ૬ઃ૧૦ વાગ્યે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. આનાથી મુસાફરો ડરી ગયા અને કેટલાક વડીલોને ચિંતા થઈ. એરપોર્ટના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે લગભગ એક કલાક સુધી એક વિશાળ પદાર્થ આકાશમાં ઉડતો જાેવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.