“ભાભીજી ઘર પર હૈ”: અનિતા સ્મશાનમાં હાડપિંજર સાથે વાત કરતી જોવા મળશે
હપ્પુ કી ઉલટન પલટન: રાજેશનો આત્મા હવે કટોરી અમ્માના શરીરમાં અને કટોરી અમ્માનો રાજેશમાં છે
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે રાજેશ કહે છે, “કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને રાજેશ (ગીતાંજલી મિશ્રા) વાર્તાલાપ દરમિયાન હપ્પુ (યોગેશ ત્રિપાઠી) તેમની ટીકા કરી રહ્યો હોવાનું જાણે છે એ જાણીને વિચિત્ર સ્થિતિમાં મુકાય છે. આ આંચકો લાગ્યા પછી તેઓ તેમની કૃતિ પાછળની સચ્ચાઈ ખુલ્લી પાડવાનું નક્કી કરે છે. તેમની યોજના અમલમાં મૂકવા માટે તેઓ અભિનેતા કુમાર રાજને મદદ માટે પૂછે છે, જે બાબા ચંદુ દેવનામે આધ્યાત્મિક ગુરુનું રૂપ ધારણ કરીને આવે છે.
બાબા ચંગુ દેવ એવું જાહેર કરે છે કે રાજેશ અને કટોરી અમ્માની વારંવાર નોકઝોકને લીધે તેમના આત્માની અદલાબદલી કરવા માટે તેની શક્તિઓનો ઉપયોગ કર્યો છે. બાબા અનુસાર રાજેશનો આત્મા હવે કટોરી અમ્માના શરીરમાં છે અને કટોરી અમ્માનો રાજેશમાં. બંને એકબીજાનું વર્તન અને લાક્ષણિકતાઓ દર્શાવવા લાગતાં સ્થિતિ ઉત્સુકતામાં ફેરવાઈ છે. બાબાની વાત સાચી પડે છે. હપ્પુ આદતવશ રાજેશની તેની સામે ટીકા કરે છે. હવે રાજેશ અને કટોરી અમ્મા આ અણધાર્યા વળાંકથી ક્રોધિત થાય છે.”
એન્ડટીવી પર “ભાભીજી ઘર પર હૈ”ની વાર્તા વિશે અનિતા ભાભી કહે છે, “અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) એક રાત્રે ઘરે મોડેથી આવે છે, જેથી તિવારી (રોહિતાશ ગૌર)નું ધ્યાન ખેંચાય છે. તે ઘરે મોડી આવવા માટે તેને પ્રશ્નો પૂછે છે. અનિતા તિવારીનું આ માટે અપમાન કરે છે અને કહે છે કે તેનો પતિ વિભૂતિ (આસીફ શેખ) પણ આવું પૂછવાની હિંમત કરતો નથી. અનિતાના શબ્દોથી ઘવાયેલો તિવારી અનિતાની મોડી રાતની પ્રવૃત્તિઓ વિશે વિભૂતિને જાણ કરે છે અને બંને એવું માનવા લાગે છે કે અનિતાને લફરું છે.
દરમિયાન સકસેના (સાનંદ વર્મા) માનવી પ્રયાસને બદલે રિમોટ પર ચાલતી ક્રાંતિકારી સાઈકલની શોધ કરે છે. તિવારી અને વિભૂતિ અનિતાની સચ્ચાઈ જાણવા માટે તેનો પીછો કરવાનું નક્કી કરે છે, જે સમયે તેઓ જુએ છે કે અનિતા સ્મશાનમાં હાડપિંજર સાથે વાત કરતી હોય છે. વળી, ટીકા (વૈભવ માથુર) અને ટીલુ (સલીમ ઝૈદી) પણ હવે સ્મશાનમાં કામ કરી રહ્યા છે એ જાણીને તેમને વધુ આંચકો લાગે છે. તેઓ કહે છે કે હાડપિંજર માઈકલનું છે.
તેઓ પ્રેમિકાને કારણે માઈકલે આત્મહત્યા કરી હોવાની હૃદયસ્પર્શી વાર્તા સંભળાવે છે. ઉપરાંત તેઓ માઈકલના વાલીઓને મળવા જાય છે ત્યારે તેઓ સાઈકલો માટે ઘેરો લગાવ દર્સાવે છે અને જો રાઈડર વિનાની સાઈકલ કોઈ જુએ તો તે તેમનો પુત્ર છે એવું માનવા કહે છે. આશ્ચર્યકારક ઘટનામાં સકસેનાની સાઈકલ રિમોટ વિના ચાલવા લાગે છે, જેને લઈ બધાને આંચકો લાગે છે.”