Western Times News

Gujarati News

બળાત્કારની નોંધાયેલ ફરિયાદમાં પુત્રના નીચલી કોર્ટમાં જામીન ન મળતા પિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

સગીર દિકરીઓના ગૌરવ- આબરૂને હણી લેવાનો કોઇને હક નથીઃ હાઇકોર્ટ

(એજન્સી)અમદાવાદ, ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સહિતની કલમ હેઠળ નોંધાયેલ ફરિયાદમાં પુત્રના નીચલી કોર્ટમાં જામીન ન મળતા પિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઇકોર્ટે સગીરાને પોતાના પુત્ર સાથે શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપીને વાંધાજનક ફોટા જાહેર કરી દેવાનું કહેનારા નરાધમ આરોપી વિરુદ્વ આકરું વલણ દાખવ્યું હતું અને કોઇપણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. In the complaint registered under the section including rape in the Mahudha police station of Kheda district, the father knocked the door of the high court after his son was not granted bail in the lower court.

પોતાના દિકરાને સગીરા સાથે બળાત્કાર કરવા માટે ઉશ્કેરનારા આરોપીએ હાઇકોર્ટ સમક્ષ કરેલ જામીન અરજીમાં સામે આવેલા ચોંકાવનારા ગંભીર આક્ષેપોથી હાઇકોર્ટ હતપ્રભ થઇ હતી અને જામીન અરજી રદ કરતા જસ્ટીસ દિવ્યેશ જાેશીએ એવું અવલોકન કર્યુ હતું કે, આરોપીએ અભદ્રતાની તમામ હદો વટાવી છે અને ખુદ પોતાના જ દિકરાને ગુનો કરવા માટે દુષ્પ્રેરણા આપી હતી.

ઉપરાંત સગીરાને પુત્ર સમક્ષ સરન્ડર થઇ જવા અથવા તો તેના ફોટા વાયરલ કરવા ધમકાવી હતી. પરંતુ આ રીતે કોઇ પણ મહિલા ખાસ કરીને સગીર વયની દિકરીઓના ગૌરવ અને આબરુને હણી લેવાનો કોઇ વ્યકિતને હક નથી. મહુધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારની ફરિયાદમાં જામીન મેળવવા માટે અલ્લાંરખા પઠાણે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપીએ કોઇ ગૂનો કર્યો નથી.

આ મામલો સંમતિથી થયેલા સંબંધનો છે. આરોપીએ તેના પુત્રને ગુનો કરવા માટેની દુષ્પ્રેરણા પણ આપી નથી. બીજી તરફ રાજય સરકાર તરફથી જામીન અરજીની વિરોધ કરાયો હતો અને દલીલ કરાઇ હતી કે, આરોપીના મોબાઇલમાંથી સગીરાના વિવાદીત અશ્લીલ ફોટા કે વિડીયો ન મળ્યાની અરજદારની દલીલ ખોટી છે. સગીર આરોપીના મોબાઇલને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યારે તેમાંથી ડીલિટ કરેલા ફોટા અને અશ્લીલ વિડીયો મળી આવ્યા છે.

તેથી આરોપીને જામીન પર મુકત કરી શકાય નહીં. કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા ન્યાયાધીશ જાેશીએ આદેશમાં નોંધ્યું હતું કે, આ મામલો અત્યંત ગંભીર છે. સગીરવયના આરોપીએ પીડિત સગીરાને શરીર સંબંધ બાંધવા શરણે થઇ જવા ધમકાવી હતી અને આરોપીના પિતાએ તેને દુષ્કર્મ જેવો ગૂનો કરવા માટેની દુષ્પ્રેરણા આપી તમામ હદ વટાવી દીધી છે.

તેણે પીડિતાને પણ ધમકાવી હતી કે જાે તે તેના પુત્રને શરણે નહીં થાય તો તેના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરી દેશે. આવા ગંભીર મામલે જાે ટ્રાયલ પૂર્ણ થવાની બાકી હોય અને આરોપીને જામીન આપી દેવાય તો લોકોનો ન્યાય પરથી ભરોસો ઉઠી જશે. આવા કેસમાં માત્ર ચાર્જશીટ થઇ ગયા હોવાના આધારે આરોપીને જામીન મળી શકે નહીં.

તેની વિરુદ્વ ગંભીર પ્રકારના આક્ષેપો છે. એફએસએલના પુરાવા આરોપીને દોષિત કરવા પૂરતાં છે. તેથી આરોપીને જામીન નહીં આપવાના નીચલી કોર્ટના આદેશમાં કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનું યોગ્ય જણાતું નથી, આરોપીની અરજી રદ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.