Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યૂના ર૩૭૩ કેસઃ ત્રણ લોકોના મોત

ડેન્ગ્યુએ પૂર્વ-પશ્ચિમની ભેદ રેખા મીટાવી- તંત્રની સાથે સાથે નાગરિકોની પણ ઉંઘ હરામ 

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાએ ફરી એક વખત માથું ઉંચકયું છે. ચોમાસાની સીઝન લગભગ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ડેન્ગ્યૂ અને ચીકનગુનીયા જેવા મચ્છરજન્ય રોગ સતત વધી રહયા છે. ડેન્ગ્યૂના કારણે ચાલુ વર્ષમાં ૩ મૃત્યુ થયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસમાં થઈ રહેલ ચિંતાજનક વધારાના પરિણામે તંત્રની સાથે સાથે નાગરિકોની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે.

શહેરના પાંચ જેટલા વોર્ડમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા ૧૦૦ને પણ પાર કરી ગઈ છે. ડેન્ગ્યૂના રોગચાળાએ પૂર્વ-પશ્ચિમ વચ્ચે ભેદ ન રાખતાં બંને તરફ સરખા પ્રમાણમાં કેસ નોંધાઈ રહયા છે. જે બાબત તંત્ર માટે ચિંતાજનક બની છે.

શહેરમાં નવેમ્બર મહિનાના પ્રથમ ૧૦ દિવસ દરમિયાન ડેન્ગ્યૂના લગભગ ૧૪૩ કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જયારે ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના ૨૩૭૩ કેસ કન્ફર્મ થયા છે. ર૦રરના સમગ્ર વર્ષમાં ડેન્ગ્યૂના રપ૩૭ કેસ નોંધાયા હતા. જેની સામે ર૦ર૩ના નવ મહિનામાં જ ર હજાર કેસ નોંધાયા છે. જે કેસની તીવ્રતા દર્શાવી રહી છે શહેરમાં ડેન્ગ્યૂની સાથે સાથે ચીકનગુનીયાના કેસ પણ વધી રહયા છે. ચાલુ વર્ષ દરમિયાન ચીકનગુનીયાના ૫૨ કેસ કન્ફર્મ થયા છે.

આ ઉપરાંત સાદા મેલેરિયાના ૧૦૭૧ અને ઝેરી મેલેરિયાના ૧૩૫ કેસ નોંધાયા છે. શહેરના ૪૮ પૈકી પ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે જયારે ૭ વોર્ડ પૈકી ૫ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસ ૩૦૦ કરતા પણ વધુ કન્ફર્મ થયા છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં ડેન્ગ્યૂના ૩૪૨, ઉત્તર-૩૦૧, પૂર્વ ઝોનમાં- ૪૬૧, દક્ષિણ-૪૦૧, ઉ.પ.-૩૯૫, દ.પ.માં – ર૭૬ તથા મધ્યઝોનમાં ૧૨૯ કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના ર૩૭૩ કેસ પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૯૧૯ અને ખાનગી હોસ્પિટલમાં ૪૫૪ કેસ નોંધાયા છે ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના રોગચાળાએ ૩ વ્યક્તિના ભોગ લીધા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યૂના કારણે બે વ્યક્તિના મૃત્યુ થયા હતા જયારે વર્ષની શરૂઆતમાં જ એક વ્યક્તિએ ડેન્ગ્યૂના કારણે જીવ ગુમાવ્યો હતો.

સામાન્ય રીતે ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ ડેન્ગ્યૂના કેસમાં વધારો થાય છે ચાલુ વર્ષે ડેન્ગ્યૂના મહત્તમ કેસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કન્ફર્મ થયા હતાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂના ૮૦પ અને સપ્ટેમ્બર મહિનામાં ૭૦૮ કેસ નોંધાયા હતા. જયારે ઓકટોબર મહિનામાં ડેન્ગ્યૂના ૩૩૭ કેસ નોંધાયા હતાં. ચાલુ વર્ષે ચીકનગુનીયાના કેસ પણ વધી રહયા છે.

૧૧ નવેમ્બર સુધી ચીકનગુનીયાના પર કેસ નોંધાયા હતાં જે પૈકી સરકારી હોસ્પિટલમાં પ૧ અને ખાનગી હોસ્પિટલમાં ૧ કેસ કન્ફર્મ થયો હતો. વર્ષની શરૂઆતમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં જાેવા મળ્યા હતા કુલ કેસના ૭૦ ટકા કરતા વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાંથી કન્ફર્મ થતા હતા પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ હોય એવું લાગી રહયું છે અને પૂર્વ વિસ્તારના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાંથી પણ ડેન્ગ્યૂના મહત્તમ કેસ કન્ફર્મ થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.