Western Times News

Gujarati News

PM મોદી અચાનક કેમ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા

ઓસ્ટ્રેલિયા ભારતને ૬ વિકેટથી હરાવી છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું -ભારતીય ક્રિકેટર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંત્વના પાઠવી

અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને ૬ વિકેટથી હરાવી છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ દેખાયા હતા.

ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું હતું. આ મુલાકાતની કેટલીક તસવીરો સામે આવી છે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે ડ્રેસિંગરૂમની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઇનલમાં હારી ગયા.

આપણે બધા દુઃખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનો સપોર્ટ આપણને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.’ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની ફાઈનલ મેચ જાેવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી-મોટી હસ્તીઓ આવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.