ટીવી સેલિબ્રિટીઓ શ્રિતિ ઝા અને અર્જિત તનેજાના નવા શો ટીઝર વિશે ખુશી વ્યક્ત કરી
ઝી ટીવીના આગામી શો કૈસે મુઝે તુમ મિલ ગયેમાં એક અશક્ય પ્રેમકથાનો વાયદો આપે છે. તેમાં બે વિરોધાભાષી પાત્રો અમૃતા- જે પાત્ર કરી રહી છે, શ્રિતિ ઝા અને વિરાટ- જે પાત્ર કરી રહ્યો છે, આકર્ષક અર્જિત તનેજાની વાર્તા છે. અમૃતા એકદમ આકર્ષક રોમાન્ટિક મરાઠી મુલગી છે, જ્યારે વિરાટએ જાદુઈ વ્યક્તિત્વ ધરાવતો પંજાબી મુંડા છે, જેને લગ્નમાં જ શંકા છે, કેમકે તે એવું માને છે કે, બધી જ મહિલાઓ પૈસાની પાછળ પાગલ છે.
તાજેતરમાં જ શોનું ટિઝર રિલિઝ થયું છે, તેના પ્રિમિયર માટે દર્શકોની રૂચી અને અપેક્ષા જગાવવી જોઈએ. શોના આ ટિઝરમાં અમૃતા અને વિરાટના જીવનના દ્રષ્ટિકોણનો મધ્યવર્તિ પરિચય આપ્યો છે, વિરાટને જ્યારે સંબંધ અને લગ્નની વિશ્વાસનિયતા પર જ શંકા છે તો, બીજી તરફ અમૃતા માને છે કે, વિશ્વાસ જ પ્રેમનો પાયો છે. અર્જિતનું પાત્ર જીવનના તમામ પાસાઓમાં ગેરંટી મેળવવા બાજુ ઝુકે છે, ત્યારે શ્રિતિનું પાત્ર આશાવાદી અભિગમ ધરાવે છે, ભારપૂર્વક કહે છે કે, વિશ્વાસ રાખવાથી અને પ્રયત્ન કરવાથી મિત્રતા ખિલે છે.
તેના ટીઝર એ માત્ર ચાહકો અને દર્શકોમાં ઉત્તેજના જગાવી છે એટલું જ નથી, પણ સોશિયલ મીડિયા પર પણ તેને બઝ ઉભું કર્યું છે. ઘણા કલાકારો અને સેલિબ્રિટીએ શ્રિતિ ઝા અને અર્જિત તનેજાના આગામી શો માટે તેમનો સહયોગ અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. મૃણાલ ઠાકુર, માનવી ગાગરૂ, કરણ વાહી, સુરભી જ્યોતિ, શ્રદ્ધા આર્યા, જય ભાનુશાલી, ધીરજ ધૂપર, ક્રિષ્ના કૌલ, રોહિત સુચાંતિ, શીઝાન ખાન, રિદ્ધિ ડોગરા જેવા કલાકારોએ શો માટે તેમની શુભેચ્છા પાઠવીને શો માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
જ્યારે મૃણાલ ઠાકુર એ તો તેમને સ્ક્રીન પર એક સાથે જોવાનો આનંદ વ્યક્ત કર્યો છે, ત્યારે રિદ્ધી ડોગરાએ આ જોડીને અભિનંદન પાઠવ્યા છે અને તેઓ આનંદ વ્યક્ત કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે, તો શ્રદ્ધા આર્યાએ શો માટે તેની ઉત્તેજના વ્યક્ત કરતા, તેને શ્રિતિ ઝાને ફરી એક વખત પફોર્મ કરતા જોવું એક ટ્રીટ ગણાવી.
અભિનેત્રી મૃણાલ ઠાકુર કહે છે, “મારા બે પસંદગીના કલાકારો એક જ શોમાં! શ્રિતિ અને અર્જિત ખૂબ- ખૂબ અભિનંદન તમે જોરદાર લાગો છો.”
અભિનેત્રી રિદ્ધિ ડોગરા કહે છે, “અભિનંદન મિત્રો!!! તમે બંને જે મસ્તી કરવાના છો તે ફક્ત હું જ વિચારી શકું છું. જોરદાર!!! તમને બંનેને ખૂબ ખૂબ પ્રેમ અને સમગ્ર ઝી ટીવીની ટીમને પણ જોરદાર પ્રેમ.”
અભિનેત્રી શ્રદ્ધા આર્યા કહે છે, “મારા બધા ચહિતા સિતારાઓ એક જ શોમાં (કેમેરાની સામે અને પાછળ પણ). આમાં જ મારો પ્રેમ અને શુભેચ્છા છે!!! શ્રિતિ ઝા, તને પફોર્મ કરતી જોવી હંમેશા માટે એક ટ્રીટ છે, આના માટે તો હું ખૂબ જ ઉત્સાહિત છું.”
મુક્તા ધોંડ દ્વારા પ્રોડ્યુસ આ શો કૈસે મુઝે તુમ મિલ ગયેંમાં શ્રિતિ અને અર્જિતના પાત્રના ઘણા લોયર્સ સામે આવશે સાથોસાથ વાર્તામાં ઘણા રસપ્રદ વણાંકો રજૂ થશે. સેટના મુખ્ય પાત્રોની વચ્ચે વૈચારિક અથડામણ સાંકળતી રસપ્રદ કથા માટે એક મંચ તૈયાર કરીને પ્રશ્ન રજૂ કરે છે કે, “એક કો નહીં હૈં શાદી કે બંધન પે ભરોસા, તો દૂજે કો હૈં રિશ્તોં પર અતૂટ વિશ્વાસ, ક્યા તકદીર જોડેગી ઇન્હે એક સાથ?” આ વિચારઉત્પ્રેરક વાક્યએ એક આકર્ષક પ્રવાસ માટે દર્શકોમાં ઉત્તેજના ઉભી કરી રહ્યું છે.