Western Times News

Gujarati News

ભાથુજી મહારાજના રથ સાથે ફાગવેલ જવા 70 થી વધુ ભક્તો રવાના

(પ્રતિનિધિ) ભરૂચ, ભારતીય સંસ્કૃતિમાં તિથિઓ મુજબ અનેક તહેવારો અને અનેક પદયાત્રાનું મહત્વ રહ્યું છે. જેના કારણે ભરૂચના મકતમપુર વિસ્તારમાં છેલ્લા ૨૨ વર્ષથી ફાગવેલ માટે રથ સાથે ૭૦ જેટલા પદયાત્રીઓ ૬ દિવસની પદયાત્રા કરી ભાથુજી મહારાજની ભક્તિમાં લીન થશે. જે પદયાત્રાનો રથ મકતમપુર ગામમાં ફરી સવારે પદયાત્રાનો પ્રારંભ કરતાં ભક્તો જાેડાયા હતા. More than 70 devotees left for Phagvel with Bhathuji Maharaj’s chariot

ભરૂચના મકતમપુર ગામ માંથી શૈલેષભાઈ ભગતની આગેવાનીમાં છેલ્લા ૨૨ વર્ષથી દિવાળી બાદ ફાગવેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા ૨૨ વર્ષથી ભાથુજી મહારાજના જીવન ચરિત્ર ઉપર વિવિધ થીમોનો રથ તૈયાર કરવામાં આવે છે.આ વર્ષે પણ ભાથુજી મહારાજ સાથેનો રથ તૈયાર કરવામાં ભગત શૈલેષભાઈને ૯૦ દિવસનો સમય લાગ્યો છે અને નયનરમ્ય તૈયાર કરાયેલ રથ ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

રથ સૌપ્રથમ સોમવારની સંધ્યાકાળે મકતમપુર ગામના વિવિધ વિસ્તારોમાં દર્શન અર્થે ફળ્યો હતો અને મંગળવાર મી સવારે ૭૦ થી વધુ પદયાત્રીઓ ૯૦ દિવસની મહેનતથી તૈયાર કરાયેલા રથ સાથે ફાગવેલ જવા રવાના થયા હતા.

જે પગપાળા ચાલતા ચાલતા વિવિધ સ્થળોએ રોકાણ કરી દેવ દિવાળીના દિવસે ફાગવેલમાં બિરાજમાન ભાથુજી મહારાજના દર્શન કરી પદયાત્રાનું સમાપન કરશે. ફાગવેલ જવા નીકળેલા પદયાત્રીઓને સ્થાનિક રહીશોએ પણ ભવ્ય સ્વાગત અને આર્શીવાદ આપ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પદયાત્રા પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.