Western Times News

Gujarati News

શહેરમાં સ્વચ્છતા જાળવવા મનપાની ખાસ ઝુંબેશ, જાહેરમાં પિચકારી મારતા શખ્સોના ફોટા જાહેર

જાહેર સ્થળો પર થૂકનાર ફોટા કરાશે જાહેર

ચાલુ બાઈકે જાહેરમાં પિચકારી મારતા આ શખ્સોના ફોટો મનપાએ જાહેર કર્યાં બાદ વાયરલ થયા છે

અમદાવાદ, શહેરમાં સ્વચ્છતા જાળવવાને લઇને મહાનગરપાલિકા એકશન મોડમાં આવી ગઇ છે. હવે શહેરમાં ગંદકી કરતા લોકો સામે સખત પગલા લેવનો મનપાએ ર્નિણય કર્યો છે. રાજકોટ શહેરમાં માવા મસાલા ખાતા લોકો ગમે ત્યાં પિચકારી મારીને ગદંકી ફેલાવે છે. આ મુદ્દાને લઇને મહાનગરપાલિકા હવે એકશન મોડમાં આવી ગઇ છે. મનપાએ શહેરની સ્વચ્છતા જાળવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.Municipal special campaign to maintain cleanliness in the city

મહાનગર પાલિકાએ થૂંકતા અને ગંદકી કરતા લોકોના ફોટા જાહેર કર્યાં છે. મનપાએ હાલ ૨ શખ્સોના ફોટો જાહેર કર્યાં છે. રાજકોટમાં નાગરિક બેન્ક ચોકમાં જાહેરમાં ચૂકતા બે શખ્સોને મનપાયે ઈ મેમો ફટકાર્યો છે. ચાલુ બાઈકે જાહેરમાં પિચકારી મારતા આ શખ્સોના ફોટો મનપાએ જાહેર કર્યાં બાદ વાયરલ થયા છે. સીસીટીવી કંટ્રોલરૂમ માંથી ૧૪૫૦ સ્થળની ચકાસણી કરવામાં આવી હતી. આ પહેલા પણ જાહેરમાં થુકનાર અનેક શખ્સો ને ઈ મેમો ફટકારવામાં આવ્યો હતો.

રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનમાં મુસાફરો ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ ખરીદી શકે તે માટે યુપીઆઇની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજકોટનું એસટી વિભાગ રાજ્યનું પ્રથમ ડિવિઝન બન્યું છે કે જ્યાં તમામ બસ સ્ટેશન પર મુસાફરો UPI  પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે.

જ્યાં છેલ્લા ૧૫ દિવસમાં ૩૧ હજાર મુસાફરોએ UPI પેમેન્ટ કરી ૪૦ લાખની ટિકિટ બુક કરાવી હતી. ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે શરૂ થયેલી આ સુવિધાને મુસાફરોએ વધાવી લીધી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસમાં મુસાફરી કરતા સમયે મુસાફરો અને કંડકટર વચ્ચે ટિકિટ લેવા સમયે છુટ્ટા બાબતે રકઝક થતી હતી. જાેકે, હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવતા જે મુસાફરોને ટિકિટના પૈસા છૂટ્ટા ન હોય તો તેવા મુસાફરો પોતાના મોબાઈલથી યુપીઆઇ પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે.

રાજકોટ એસટી બસ સ્ટેશન પરથી દરરોજ ૫૦૦ જેટલી ટ્રીપનું સંચાલન થઈ રહ્યું છે. દરરોજની ૫૦ લાખથી વધુની કમાણી થઈ રહી છે. ત્યારે તેમાં સૌથી વધુ લોકો યુપીઆઇ પેમેન્ટથી ટિકિટ લે તે જરૂરી છે. તાજેતરમા જ રાજકોટ એસટી વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં ૩૮ જેટલા ટિકિટ વિનાના મુસાફરોને પકડી પાડવામાં આવ્યા હતા.

એસટી તંત્રના વિજિલન્સ વિભાગે બસોમાં અચાનક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ટિકીટ વિના મુસાફરી કરનારા ૩૮ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, ટિકીટ વિના પકડાયેલા મુસાફરો પાસેથી કુલ ૧૬ હજારથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો દિવાળીના તહેવારોને રાજકોટ એસટી વિભાગને ફળી હતી. એક સપ્તાહમાં ૫ કરોડ ૬૦ લાખ રૂપિયાની આવક થઇ હતી. ૧૫૦ જેટલી એક્સ્ટ્રા બસ થકી ૫૫ લાખ રૂપિયાની આવક થઇ હતી. દરરોજ ૩ લાખ રૂપિયાનું UPI થકી આવક થઇ હતી. એક્સ્ટ્રા બસોનો ૩૭૦૦૦ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.