Western Times News

Gujarati News

વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની આવકથી ખેડૂતોમાં ખુશી માહોલ

ખેડૂતોમાં ખુશી માહોલ છવાયો

ભાવ ૧૧૩૦ થી ૧૪૬૪ રૂપિયા પ્રતિ મણ નોંઘાયો હતો, સાથે સાથે યાર્ડમાં કપાસની ૨૯૧૦ બોરીની આવક પણ થઈ હતી

વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની ભાવ હાઈ

મહેસાણા, વિજાપુર માર્કેટ યાર્ડમાં હાલ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે. યાર્ડમાં ૨૩ નવેમ્બરના રોજ મગફળી પાકની રેકોર્ડબ્રેક ૪૪૦૫ બોરીની આવક થઈ હતી. જેનો ભાવ ૧૧૩૦ થી ૧૪૬૪ રૂપિયા પ્રતિ મણ નોંઘાયો હતો. સાથે સાથે યાર્ડમાં કપાસની ૨૯૧૦ બોરીની આવક પણ થઈ હતી. Income of cotton and groundnut in Vijapur market yard

ઉત્તર ગુજરાતમાં વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ, મગફળી, ઘઉં અને એરંડાની આવક વધારે આવતી હોય છે. વિજાપુર માર્કેટ યાર્ડમાં હાલ કપાસ અને મગફળીની નવી આવક શરૂ થઇ છે. યાર્ડમાં સીઝનની સૌથી વધારે મગફળીની આવક ૪,૪૦૫ બોરીની અને કપાસની ૨,૯૧૦ બોરીની આવક નોંધાઈ હતી.

કપાસ પાકનો નીચો ભાવ ૧,૨૫૦ પ્રતિ મણ તેમજ ઊંચો ભાવ ૧,૫૧૫ પ્રતિ મણ નોંધાયો હતો.જ્યારે મગફળી પાકનો મણનો ૧,૧૩૦ થી ૧,૪૬૪ રૂપિયા ભાવ નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં એરંડાની ૧૦૪ બોરીની આવક નોંધાઇ હતી.જેનો ૧,૧૫૦થી લઇને ૧,૧૫૮ પ્રતિ મણ ઊંચો ભાવ નોંધાયો હતો.

વિજાપુર માર્કેટ યાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસ અને એરંડાની હરાજી શરૂ કરાઇ હતી. માર્કેટ યાર્ડમાં એરંડાની ૧૨૩ બોરીની આવક થઇ હતી. તેમજ મણના ૧,૧૫૦ થી ૧,૧૫૮ રૂપિયા ભાવ નોંધાયો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.