Western Times News

Gujarati News

જાપાનમાં બુલેટ ટ્રેનની સવારીની મઝા માણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે

ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે શીનથી યોકોહામા સુધી કરી બુલેટની મુસાફરીનો અનુભવ લીધો, તો પ્રતિનિધિ મંડળ સાથે જાપાનની પરંપરાગત ચાની ચુસ્કીનો ઉઠાવ્યો આનંદ

ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસનો બીજાે દિવસ છે..ત્યારે મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળે બુલેટ ટ્રેનમાં સવારી કરી. શીનથી યોકોહામા સુધી બુલેટ ટ્રેનમાં સવારી કરી. આ સાથે સૈનકીએન ગાર્ડનની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી. મહત્વનું છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ માટે દેશો અને ઉદ્યોગગૃહોને આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે બે દેશોના પ્રવાસે છે.the Chief Minister traveled in a bullet train in Japan

હાલ મુખ્યમંત્રીએ જાપાનમાં બેઠકો અને રોડ શો કરી રહ્યા છે. બાદમાં તેઓ સિંગોપોર જવાના છે. ગુજરાતમાં પણ જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જાેરશોરથી ચાલી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીએ જાપાનમાં બુલેટ ટ્રેનની સવારી કરી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળ સાથે ટોકિયોથી બુલેટ ટ્રેન મારફત યોકોહામા સિટી પહોંચ્યા હતા.

યોકોહામાના પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડનની મુલાકાત લીધી હતી. યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે અહીં માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે વહેલી સવારે જાપાન પહોંચ્યા હતા. જ્યાં જાપાન ખાતેના ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા.

આ હાઈ લેવલ ડેલિગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાનમાં વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજશે. મુખ્યમંત્રી સાથે ઉઘોગપતિઓ પણ જાપાન અને સિંગાપોરના પ્રવાસે છે.

રાજ્ય સરકારના અધિકારીઓ ઉપરાંત કંપનીઓના પ્રતિનિધિઓ પણ તેમાં જાેડાયા છે. અલગ અલગ ૮ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ વિદેશ પ્રવાસે સાથે છે. જેમાં રિલાયન્સ, અદાણી, ટાટા, મારુતિ સુઝુકી, વેલસપન, અરવિંદ સહિત ગુજરાતના ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિ જાેડાયા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.