Western Times News

Gujarati News

ભારતમાં પેપરના વપરાશમાં દર વર્ષે 6થી 7 ટકાની વાર્ષિક વૃદ્ધિ થવાની આશા

વિશ્વનો સૌથી મોટો પેપર શૉ પેપરેક્સ 2023 આંતરરાષ્ટ્રીય પેપર ઉદ્યોગમાંથી સૌથી મોટી બ્રાન્ડ્સને આવકારવા સજ્જ

20 દેશોમાંથી 700+ અગ્રણી પ્રદર્શકો 4-દિવસના એક્ષ્પો દરમિયાન તેમના ઉત્પાદનો અને ટેકનોલોજીઓ પ્રસ્તુત કરશે

વિશ્વના સૌથી મોટા પેપર શૉ પેપરેક્સની 16મી એડિશનમાં દુનિયાના પેપર ઉદ્યોગની સૌથી મોટી બ્રાન્ડ્સ અને કંપનીઓ સામેલ થાય છે. ભારતનાં દિલ્હી-એનસીઆરમાં સ્થિત ઇન્ડિયા એક્ષ્પો સેન્ટરમાં 6થી 9 ડિસેમ્બર, 2023 સુધી આયોજિત શૉમાં કેટલાંક નવીન અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો સાથે પેપર ઉત્પાદનમાં અદ્યતન ટેકનોલોજી જોવા પણ મળશે.

પેપરેક્સ 2023ને ઉદ્યોગમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને 20 દેશોમાંથી 700+ અગ્રણી પ્રદર્શકો અને દુનિયાના દરેક ખૂણામાંથી 30,000+ મુલાકાતીઓ સાથે વર્ષ 2022થી વધારે સફળતા મેળવવા સજ્જ છે. આ એક્ષ્પો બલ્ક ડિલર્સ, સંયુક્ત સાહસો, વિતરણ માટે જોડાણો, જાણકારીની વહેંચણી, સામાન્ય નેટવર્કિંગ વગેરેની સુવિધા આપશે.

ભારતમાં પેપરનો વપરાશ દર વર્ષે 6થી 7 ટકા વધવાની અને નાણાકીય વર્ષ 2026-27 સુધી 30 મિલિયન ટનને આંબી જાય એવી શક્યતા છે, જે માટે મુખ્યત્વે સંગઠિત રિટેલમાં વૃદ્ધિ સાથે શિક્ષણ અને સાક્ષરતા પર વધારે ભાર જવાબદાર પરિબળો છે. અત્યારે ભારત 861 પેપર મિલો ધરાવે છે, જેમાંથી 526 કાર્યરત છે, જેમની કુલ સ્થાપિત ક્ષમતા 27.15 મિલિયન ટન છે. ઉદ્યોગના તાજેતરના સંશોધનમાં જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત પેપર માટે સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું બજાર છે તથા અહીં આર્થિક વૃદ્ધિ સાથે સાતત્યપૂર્ણ રીતે પેપરનો વપરાશ હરણફાળ ભરવા સજ્જ છે.

આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના આયોજક અને હાઇવ ઇન્ડિયાના ડિરેક્ટર ગગન સાહનીએ કહ્યું હતું કે, પેપરેક્સ પેપર અને બોર્ડ ઉત્પાદન માટે નેટવર્કમાં જોડવા અને નવી બ્રાન્ડ્સ, અદ્યતન ટેકનોલોજી, આધુનિક મશીનરી અને ઉપકરણ, કાચો માલ વગેરે મેળવવા એક મહત્વપૂર્ણ મંચ છે. તેમણે ઉમેર્યું હતું કે, “પેપરેક્સ પેપર અને સંલગ્ન ઉદ્યોગો એમ તમામ માટે પ્રત્યક્ષ સંવાદ કરવા, વિવિધ સપ્લાયર્સને મળવા, નવા સ્તોત્રને ઓળખવા અને નિકાસના સ્થાનો મેળવવા તેમ જ વિવિધ પ્રકારનાં પેપર્સથી વાકેફ થવા માટે એક એકીકૃત વ્યવસાયિક મંચ પ્રદાન કરે છે.”

પેપરેક્સ પેપર, પ્રિન્ટિંગ, પેકેજિંગ અને પ્રકાશન ઉદ્યોગો પર કેન્દ્રિત પ્રદર્શન વર્લ્ડ ઓફ પેપર 2023, ટિશ્યૂ ઉત્પાદનો, મશીનરી અને ટેકનોલોજીને આવરી લેતા કાર્યક્રમ ટિશ્યૂએક્સ 2023, કોરુગેટેડ બોક્ષ, મશીનરી, ટેકનોલોજી અને સંબંધિત ઉત્પાદન સેગમેન્ટ્સ દર્શાવતા કોરુગેક્સ 2023 જેવા સહ-સ્થાન ધરાવતા પ્રદર્શનો અને કાર્યક્રમો સાથે સિંગલ બિઝનેસ પ્લેટફોર્મ પર પેપર ઉદ્યોગની સંપૂર્ણ કામગીરી વિશે જાણકારી આપે છે.

આ શૉ વિવિધ આનુષંગિક વ્યવસાયિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ પણ ધરાવે છે, જેમાં ગ્રીન ટેકનોલોજીઓ મારફતે ગ્રોથ એન્ડ સસ્ટેઇનેબિલિટી પર ટેકનિકલ કોન્ફરન્સ, પેપર પ્રિન્ટિંગ, પેકેજિંગ અને કન્વર્ટિંગ પર ઓપન સેમિનાર, વેપારી સંગઠનો દ્વારા નેટવર્કિંગ મીટ્સ અને નવા ઉત્પાદનોની પ્રસ્તુતિ સામેલ છે.

દર વર્ષે શૉ હજારો આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને આકર્ષે છે – જેમાં પેપર અને બોર્ડ ઉત્પાદકો, પેપરના વેપારીઓ, પ્રિન્ટર્સ, પ્રકાશકો અને પેપર પેકેજિંગ કંપનીઓથી લઈને રોકાણકારો અને પ્રમોટર્સ સામેલ છે. પેપરેક્સ ઘણી વિદેશી કંપનીઓ માટે ભારતમાં નવા પ્લાન્ટ્સ સ્થાપિત કરવા કે સંપાદિત કરવાની યોજના માટે શ્રેષ્ઠ મંચ છે. ભારતીય પેપરની ઘણી મિલોના માલિકો અત્યારે તેમની વ્યવસાયિક કામગીરીઓને વધારવા નવી મિલો સ્થાપિત કરવના કે હાલ વિદેશમાં કાર્યરત કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા નજર દોડાવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.