Western Times News

Gujarati News

તાઈવાન ભારતમાં 13 હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે: ચીનને મોટો ઝટકો

ફોક્સકોન ભારતમાં પહેલાથી જ ૯ પ્રોડક્શન કેમ્પસ અને ૩૦થી વધુ ફેક્ટરીઓ ચલાવે છે, જે હજારો લોકોને રોજગારી આપે છે. આમાં દર વર્ષે લગભગ ૧૦ બિલિયન ડોલરની આવક થાય છે.

(એજન્સી)તાઈપેઈ, તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો છે. તાઈવાનની કંપની હોન હાઈ જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં ૧.૬ અબજ ડોલર એટલે કે ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ રોકાણ બાંધકામ પ્રોજેક્ટ્‌સમાં થશે. Taiwan will invest 13 thousand crore rupees in India

સોમવારે મોડી રાત્રે તાઇવાનમાં એક્સચેન્જ ફાઇલિંગમાં કરવામાં આવેલી જાહેરાતમાં વધુ વિગતો આપવામાં આવી નથી. તે માત્ર એટલું જ કહે છે કે રોકાણ ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવી રહ્યું છે. કંપનીના પ્રવક્તાએ તે કહેવાનો ઇનકાર કર્યો હતો કે નવી સુવિધાઓ ક્યાં હશે અને તેઓ શું બનાવશે.આ સમાચાર એવા સમયે આવ્યા છે

જ્યારે હોન હાઈ એટલે કે ફોક્સકોન અને અન્ય તાઈવાનની કંપનીઓ અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ચીનની બહાર પોતાનો બિઝનેસ વધારવા માટે કામ કરી રહી છે. ફોક્સકોનની લગભગ અડધી આવક સાથેના બિઝનેસમાંથી આવે છે. કંપની ઘણા વર્ષોથી ભારતમાં આઈફોન અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરી રહી છે.

જેમા ૧૫ પણ સામેલ છે. સપ્ટેમ્બરમાં ભારતમાં ફોક્સકોનના પ્રતિનિધિએ પર જણાવ્યું હતું કે તાઈવાની કંપની ભારતમાં તેના બિઝનેસનું કદ બમણું કરવાની યોજના બનાવી રહી છે.ભારતના કર્ણાટક રાજ્ય સરકારે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે ફોક્સકોન દક્ષિણ ભારતીય રાજ્યમાં બે ઘટક ફેક્ટરીઓ પર ઇં૬૦૦ મિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આમાં એક પ્લાન્ટનો સમાવેશ થાય છે જે  મૈકેનિકલ કંપોનેટ બનાવશે અને એક સેમિકન્ડક્ટર સાધનોના ઉત્પાદનનો પ્લાન્ટ કે જે એપ્લાઇડ મટિરિયલ્સ સાથે કામ કરશે. ફોક્સકોન ભારતમાં પહેલાથી જ ૯ પ્રોડક્શન કેમ્પસ અને ૩૦થી વધુ ફેક્ટરીઓ ચલાવે છે, જે હજારો લોકોને રોજગારી આપે છે. આમાં દર વર્ષે લગભગ ૧૦ બિલિયન ડોલરની આવક થાય છે.

મહત્વનું છે કે હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે. ભારતને તેનો લાભ મળવા લાગ્યો છે. આ જ કારણ છે કે એપલે ચીનથી પોતાનો બિઝનેસ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. પોતાનો બિઝનેસ ભારતમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, તાઇવાન પણ ચીનથી ખૂબ જ પરેશાન છે. આ જ કારણ છે કે તાઈવાનની ઘણી કંપનીઓ ચીન છોડીને સેમિકન્ડક્ટર પ્લાન્ટ્‌સ માટે ભારત તરફ આગળ વધી રહી છે. જાે આ જ ગતિ ચાલુ રહેશે તો ભારત ટૂંક સમયમાં વિશ્વની સૌથી મોટી ફેક્ટરી બની જશે. જે એક સમયે ચીન હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.