Western Times News

Gujarati News

યુવતીને કચડી નાખનાર બસના માલિકો સામે શું પગલાં લેવાશે?

બાઈક પર જઈ રહેલા એક યુવક તેની મંગેતરને અડફેટે લીધા- યુવતીનું મોત નિપજ્યું -ફરાર ડ્રાઈવરની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી 

પટેલ ટ્રાવેલ્સના ડ્રાઈવર સામે પરમિટ ન હોવાથી જાહેરનામા ભંગનો ગુનો

(એજન્સી) અમદાવાદ, શહેરમાં બેફામ સ્પીડે પટેલ ટ્રાવેલ્સની બસના ચાલકે રવિવારે બપોરે એક યુવક તેની મંગેતરને અડફેટે લીધા હતા. જેમાં યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જે ગુનામાં ફરાર ડ્રાઈવરની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી હતી. Violation of declaration against the driver of Patel Travels for not having a permit

આ બસની પરમીટ છે કે કેમ તે બાબતને લઈને ટ્રાફિક પોલીસે તપાસ કરતા પરમીટ ન હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આરોપી ડ્રાઈવર સામે જાહેરનામા ભંગનો વધુ એક ગુનો નોંધ્યો હતો. ટ્રાફિક પોલીસે દાખલો બેસાડવા ડ્રાઈવર સામે તો કડક કાર્યવાહી કરી, પરંતુ આ બસના માલિકો સામે શું પગલાં લેવાય છે તે એક સવાલ છે.

મૂળ દિયોદરના ભાભરની આશરે રર વર્ષીય હિરલબેન મંગેતર હિરેન પરમાર સાથે રવિવારે ખરીદી કરવા જતા હતા ત્યારે શિવરંજની ચાર રસ્તા પર પહોંચ્યા અને સિગ્નલ બંધ થતાં જ હિરેનભાઈએ બાઈક રોક્યું હતું. ત્યાં ગણતરીની સેકન્ડમાં જ પાછળથી પટેલ ટ્રાવેલ્સની બસ પૂરઝડપે આવી અને સિગ્નલ બંધ હોવાને કારણે ઉભેલા હિરેનભાઈના બાઈકને જારદાર ટક્કર મારતા હિરલબેન જમીન પર પટકાતા ટાયર ફરી વળતા ઘટનાસ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું.

જેને લઈને એન ડિવિઝન પોલીસે બસચાલક ગંભીરસિંહ સિસોદિયાની ધરપકઢ કરી હતી. બાદમાં ટ્રાવેલ્સના જવાબદાર વ્યÂક્તઓને બોલાવી પરમીટ બાબતે પૂછપરી કરતા પરમીટ ન હોવાનું ખૂલતા ટ્રાફિક પોલીસે જાહેરનામા ભંગનો ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો હોવાનું પીએસઆઈ સિંધવે જણાવ્યું છે. જા કે, આરોપી સામે કડક કાર્યવાહી કરનારી ટ્રાફિક પોલીસ માલિકો સામે શું કડકકાઈ કરે છે તેની સામે સવાલ ઊભો થયો છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી બસ લઈને પાલડીથી કચ્છ-મુન્દ્રા જઈ રહ્યો હતો. આરોપી આશરે દસેક વર્ષથી ટ્રાવેલ્સ બસ ચલાવે છે અને સાતેક વર્ષથી પટેલ ટ્રાવેલ્સ સાથે જાડાયેલો છે. સાથે જ ચાલકે દારૂ પીધો હતો કે કેમ તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.