Western Times News

Gujarati News

પાનના ગલ્લેથી 104 નંગ નશાકારક આયુર્વેદિક કફ સિરપ ઝડપાઈ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ-બાવળા રોડ પર આવેલા મોરૈયાની એક પાનની દુકાનમાંથી નશાકારક કફ સિરપ મળી જે આયુર્વેદિક હ તી અને તેમાં આલ્કોહોલનું પ્રમાણ ૧૪ ટકા જેટલું હતું.

સુનિન્દ્ર અવરિષ્ટા નામથી આયુર્વેદિક દવાના નામથી વેચાતી દવાના સપ્લાયર અને બનાવનાર પર પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાદિક શેખ દ્વારા નોંધાયેલી ફરિયાદ અનુસાર મોરૈયા એક દુકાનમાંથી મળથી આયુર્વેદિક દવાઓની તપાસ હાથ ધરીને તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૪ ટકા આલ્કોહોલની માત્રા મળી આવી હતી. 104 intoxicating Ayurvedic Cough Syrup was recovered from pan-masala shop.

૨૦ વર્ષીય સંદિપ બરંડા નામના પાનના ગલ્લે બેસનાર યુવાન પાસેથી ૪૦૦ મીલીની ૧૦૪ બોટલ મળી આવતાં પોલીસે તેની સાથે ગલ્લા માલિક નિર્મલ પટેલ અને સપ્લાયર સુનિલ પગીની ધરપકડ કરી હતી.ચાંગોદરના પોલીસ ઈન્સ્પેક્ટર રમેશ ગોજીયાએ આ બોટલના નમુના એફએસએલમાં મોકલતાં તેમાં આલ્કોહોલનું વધુ પડતું પ્રમાણ જાવા મળ્યું હતું.

જેમાં સ્ટોન હીલ દવામાં ૧૩.૬૩ ટકા અને સુનિન્દ્ર અવરિષ્ટમાં ૧૪.૪૮ ટકા જેટલું આલ્કોહોલનું ઉંચું પ્રમાણ જાવા મળ્યું હતું. ૧૨ ટકાથી વધુ પ્રમાણમાં જા આલ્કોહોલ હોય તો પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો બનતો હોવાથી પોલીસે ઉપરોક્ત કંપનીઓ સામે પણ કાર્યવાહી કરી છે. અત્યાર સુધી એલોપેથીની કફ સિરપમાંથી આલ્કોહોલનું સેવન થતું હતું

પરંતુ હવે આયુર્વેદિક દવાઓની આડમાં પણ આલ્કોહોલનું સેવન કરનારા અનઅધિકૃત રીતે મેડિકલ સ્ટોર કે પાનના ગલ્લેથી વિતરણ કરતાં જાવા મળે છે. વધુમાં આ દવાઓનું મેન્યુફેક્ચરિંગ દમણાં થતું હોવાનું બહાર આવ્યું છે. દવાઓના રેપર અને ડિઝાઈન પણ એક શુદ્ધ આયુર્વેદિક પ્રોડક્ટ હોય એ રીતે બનાવવામાં આવી છે જેથી પોલીસને ક્યાંય શંકા ના પડે.

પરંતુ એક પાનના ગલ્લેથી આવી દવા મળતી હોવાથી પોલીસની શંકાના દાયરામાં આવ્યા અને પકડાઈ. દવાનું નામ પણ સંસ્કૃતમાં રાખવામાં આવ્યું છે. આ અંગે વાત કરતાં આયુર્વેદ મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો. હસમુખ સોની જણાવે છે કે પહેલીવાત તો એ છે કે આયુર્વેદમાં ક્યાંય આલ્કોહોલનો ઉપયોગ થતો નથી. આ પ્રકારની દવાઓ ગુજરાત બહાર બનાવવામાં આવે છે. જેના કારણે તેમને છટકબારી મળી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.