Western Times News

Gujarati News

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12 મહિના સારવાર લઇ ટી.બી.ના રોગને પરાસ્ત કર્યો ભરતભાઇ ઠાકોરે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – ”મેરી કહાની, મેરી જુબાની…

વિરમગામ, સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. અમદાવાદ વિરમગામ તાલુકાના જખવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં જખવાડા ગામમાં લાભાર્થીએ તેમને મળેલ યોજનકીય લાભને મેરી કહાની, મેરી જુબાની દ્વારા વ્યક્ત કરી સરકારશ્રીનો આભાર માન્યો હતો અને અન્ય લોકોને પણ સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી વર્ષ – ૨૦૨૫ સુધી ટીબી જેવા રોગની નાબુદી માટે નિર્ધાર કર્યો છે. જે અંતર્ગત ‘ટીબી હારેગા,દેશ જીતેગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે અનેકવિધ યોજના અમલી બનાવી છે,

જેના થકી ક્ષય જેવા ગંભીર રોગથી પિડાતા દર્દીઓને ઉતમ પ્રકારની સારવાર મળે અને તેઓનું સ્વાસ્થ્ય સારું રહે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. અમદાવાદ વિરમગામ તાલુકાના જખવાડા ગામના ભરતભાઇ ઠાકોરે જખવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત ૧૨ મહિના સારવાર લઇ ટી.બી.ના રોગને પરાસ્ત કર્યો છે.

ટી.બીની સારવાર દરમિયાનના પોતાના અનુભવ વર્ણવતા ભરતભાઇ ઠાકોર જણાવે છે કે, મારો મધ્યમર્વીય પરિવાર છે. ધણા સમયથી મને ખાંસીની સમસ્યા હતી, જેના કારણે છાતીમાં દુખાવો ધીરે ધીરે વધતાં અસહ્ય પીડા થવા લાગી હતી. ત્યારબાદ સારવાર માટે નજીકના જખવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયો ત્યાં નિદાન કરતાં ટી.બી હોવાનું બહાર આવ્યું.

જેથી હું ગભરાઇ ગયો હતો એ સમયે મને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને આરોગ્ય કર્મી દ્વારા શાંતિ પુર્વક સમજાવી ટીબીને જડમૂળથી નાબૂદ કરવા છ મહિનાની ટી.બીની સારવાર કરવાની સલાહ આપી હતી. જેથી સતત છ મહિનાની સારવાર લઇ ટી.બી મુક્ત થયો  સારવાર દરમિયાન આરોગ્ય કર્મીઓ દ્વારા સંપુર્ણ ધ્યાન રાખી નિયમિત દવા આપી મને ગંભીર બિમારીમાંથી બહાર કાઢ્યો છે. પરિવારના સભ્ય જેવી મારી સાળ-સંભાળ આરોગ્ય કેન્દ્રના કર્મીઓ લીધી છે. આ ઉપરાંત મને કિટ અને રૂ.૩૦૦૦ની સહાય પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.