26 વર્ષથી પરીક્રમામાં અન્નક્ષેત્રનું સંચાલન કરતું જૂનાગઢનું દંપતી
ભેસાણઃ જુનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતું દંપતી છેલ્લા ર૬ વર્ષથી નિસ્વાર્થ ભાવે પોતાના બળે શિવરાત્રીના મેળા દરમ્યાન અને પરીક્રમા દરમ્યાન આઠ દિવસ સુધી અઅન્નક્ષેત્રે શરૂ કરીને ભુખ્યાને ભોજન કરાવે છે.
જુનાગઢ પોલીસમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈ વેગડા અને શહેર ભાજપ મહીલા મોરચાના અગ્રણી કૈલાશેબેન વેગડા ર૬ વર્ષથી ભવનાથમાં શીવરાત્રી અને પરીક્રમા દરમ્યાન રવી રાંદલ આશ્રમ ખાતે હર હર ગંગે અન્નક્ષેત્રમાં હજારો ભુખ્યાઓને ભોજન કરાવે છે. આ અન્નક્ષેત્ર ઉમેશભાઈ વેગડાના પિતાશ્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
આ પરંપરાને ઉમેશભાઈએ પણ જાળવી રાખી છે. કૈલાબેન વેગડાએ જણાવ્યું હતું કે અમે અમારા નિજાનંદ માટે નિઃસ્વાર્થ ભાવે આ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. આઠ દિવસ સુધી ચાલતા આ અન્નક્ષેત્રમાં સેવા આપવા માટે સ્વયંસેવકો પણ આવે છે.