Western Times News

Gujarati News

25 વ્યાજખોરોએ કાપડના વેપારી પાસેથી મકાનનો દસ્તાવેજ પડાવ્યો

મોરબી, મોરબીમાં રહેતા કાપડના વેપારીને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી અલગ અલગ રર જેટલા લોકો પાસેથી રૂપિયા ૧.૬૭ કરોડ વ્યાજે લીધા હોય જેની પઠાણી ઉઘરાણી કરીને વ્યાજખોરોએ કોરા ચેક પ્રીમીસરી નોટ લખાણા લખાવીને મકાનનો દસ્તાવેજ બળજબરીપુર્વક પડાવી લીધાની પોલીસ ફરીયાદ નોધાતા પોલીસે વ્યાજખોરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ પર શીવમ પેલેસમાં રહેતા અને કાપડના વેપારી નીલ ભુપતરાય પોપટની ધંધામાં રૂપિયાની જરૂર હોય હીરેનભાઈ જીતેન્દ્રભાઈ પોપટ રહે રાજકોટ કૈલાશભાઈ સોમૈયા રહે. રાજકોટ યુનુસભાઈ સુમરા રહે. મોરબી, રવીભાઈ આહીર રહે. વસંત પ્લોટ મોરબી કુશલ ભલા, હાર્દિકભાઈ મકવાણા રહે. મોચી શેરી,

ગ્રીન ચોક મોરબી, રાજુભાઈ, ડાંગર રહે. શકિત પ્લોટ મોરબી રામદેવસિહ જાડેજા રહે. કુબેરનગર મોરબી સનીભાઈ રહે. મોરબી ઓફીસ રવાપર રોડ મોરબી મહેશભાઈ બારેજીયા રહે. દર્પણ સોસાયટી મોરબી ભરતભાઈ કોટેચા રહે. વસંત પ્લોટ મોરબી પરેશભાઈ કચોરીયા રહે. દાઉદી પ્લોટ મોરબી, કેતનભાઈ પટેલે રહે. શિવમ પેલેસ રવા પર રોડ મોરબી, અશ્વિનસિંહ ઝાલા રહે.

રવાપર રોડ મોરબી દેવાંગભાઈ રહે. મોરબી નીલેશભાઈ કેસરીયા રહે. મોરબી અને સમીરભાઈ પંડયા રહે. મોરબી વાળા પાસેથી વ્યાજે રૂપિયા ૧.૬૭ કરોડ રૂપિયા લીધા હતા.પોલીસે વ્યાજખોરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.