Western Times News

Gujarati News

વિકલાંગ વ્યક્તિઓના આંતર રાષ્ટ્રીય દિન નિમિત્તે અદાણીએ ગ્રીન X સંવાદ યોજ્યો

પ્રભાવી વ્યક્તિત્વોએ પોતાની સ્થિતિસ્થાપકતા અને દ્રઢ નિશ્ચયની કથાઓની અભિવ્યક્ત કરી

અમદાવાદ, અદાણી જૂથે વિકલાંગ વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ (ડિસેમ્બર 3) નિમિત્તે ગ્રીન એક્સ ટોક્સનું આયોજન કર્યું હતું. જેમાં પોતાની  સ્થિતિસ્થાપકતા અને સમર્પણ સાથે અનેક અવરોધો પર વિજય મેળવ્યો છે તેવા વિકલાંગ વ્યક્તિત્વોએ પોતાની જીવન કથની શેર કરી હતી.4 ડિસેમ્બરે અમદાવાદમાં અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોતાના દ્રઢ મનોબળથી અશક્યને શકયતામાં પરિવર્તિત કરનાર પ્રેરણારુપ વ્યક્તિ વિશેષો સમક્ષ આવ્યા હતા. Adani holds Green X Talks to mark International Day for Persons with Disabilities

અદાણી ગૃપના એરપોર્ટ બિઝનેસના ડાયરેકટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “ગ્રીન એક્સ વિવિધ રીતે સક્ષમ વ્યક્તિ વિશેષો સાથેની વિશાળ સંભાવનાનું પ્રતીક છે. જીવનથી ભરેલી દુનિયાનું લીલો રંગ પ્રતિનિધિત્વ કરે છે આ રંગ વૃદ્ધિ, મહત્વાકાંક્ષા અને અનંત શક્યતાઓનું પ્રતીક છે. X એ રહસ્યનો ઉઘાડ કરીને સ્વીકૃતિ અને સંવર્ધનની રાહ જોઈ રહેલી અસાધારણ પ્રતિભાઓના મજબૂત પ્રતીક તરીકે વિકસિત થાય છે.

તે માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતા, પડકારોને પહોંચી વળવાનો સંકલ્પ અને પ્રતિકૂળતામાંથી માર્ગોના નિર્માણ કરવાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેના મૂળમાં ગ્રીન X સશક્તિકરણ અને સર્વસમાવેશકતાનો ઉદ્દેશ સમાયેલો છે, અમારી સંસ્થા આ દરેક વ્યક્તિની શારીરિક કે માનસિક ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના એક અભિન્ન અંગ તરીકે ધ્યાનમાં લે છે.”

આ કાર્યક્રમના વક્તાઓ પૈકીના અજય કુમાર રેડ્ડીએ  2016 થી ભારતીય પુરુષોની અંધ ક્રિકેટ ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું.. તેમણે 2017 બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ અને 2018 બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સના કારણે ૨૦૧૪માં ભારતને . બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઇટલ મેળવવામાં મદદ મળી હતી. તેમની ટીમે ફાઇનલમાં પાકિસ્તાન સામે 300 રનના પ્રચંડ લક્ષ્યનો પીછો કર્યો હતો..

અન્ય વક્તા નિપુન મલ્હોત્રાએ વિકલાંગ અધિકાર કાર્યકર્તા અને સામાજિક ઉદ્યોગસાહસિક તરીકે સુલભતાના પડકારોને પાર કરીને દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ .કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે.

હાલ મલ્હોત્રા વિકલાંગોના અધિકારોની હિમાયત કરતી સંસ્થા નિપમેન ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. છે. તેઓ વ્હીલ્સ ફોર લાઈફના સ્થાપક પણ છે, નીતિ આયોગની વિકલાંગતા સબ-કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ છે, વર્લ્ડ એનેબલ અને એક્ષ્ટર્નલ ખાતેના વિઝિટિંગ રિસર્ચ ફેલો છે .તેઓ ફિક્કીની  ડિસેબીલિટી સબ કમિટીના ફાઉન્ડર ચેર ઉપરાંત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ગ્લોબલ શેપર અને સીઆઇઆઇ નેશનલ કમિટીના સભ્ય છે..

આ ઇવેન્ટમાં ચાર પેનલિસ્ટ હતા જેમણે કાર્યસ્થળે  સુલભતા અને સર્વસમાવેશકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા  તરુણ કુમાર વશિષ્ઠ પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર છે જેઓ , IIM-Aના પ્રથમ Ph.D ઉમેદવાર છે. તેમનો અભ્યાસ વિકલાંગતાના સંદર્ભમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત સંસ્થા અને સકારાત્મક ઓળખની શોધ કરે છે.

અન્ય એક પેનલિસ્ટ,અલીના આલમે 2017માં માત્ર 23 વર્ષની વયે મિટ્ટી કાફેની શરૂઆત કરી હતી. તેમના હસ્તકના ઘણા મોટા એરપોર્ટ પરના 35 કાફેમાં લગભગ 400 લોકો કામ કરે છે. કંપની વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોને રોજગારી આપે છે અને અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ લોકોને  ભોજન પીરસ્યું છે.

પોલિયોને કારણે કમરથી નીચે તરફ લકવાગ્રસ્ત એક પેનલિસ્ટ ડૉ. અનિતા શર્માએ આઇઆઇએમ-ઇન્દોરમાંથી વિકલાંગતા અને ઉદ્યોગસાહસિકતામાં પીએચ.ડી કર્યું છે. “ડ્રાઇવ ઓન માય ઓન” ફાઉન્ડેશન અને ઇન્કપોથબ સંસ્થાઓના સ્થાપક, તે DEI સલાહકાર પણ છે. વિકલાંગતા ધરાવતા ભારતના આ પ્રથમ મહિલા સ્કાયડાઇવર બનીને  શર્માએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે

બ્લાઇન્ડ એસોસિએશનના જનરલ સેક્રેટરી  અને IIM, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી  ડો. ભૂષણ પુનાની પણ પેનલનો હિસ્સો હતા. તેઓ વિઝ્યુઅલ ક્ષતિવાળા લોકોના શિક્ષણ માટેની આંતરરાષ્ટ્રીય પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.

સાંભળવાની ક્ષતિ ધરાવતા રશ્મિ પાટીલે ભરત નાટ્યમ નૃત્યની ઉદઘાટકીય પ્રસ્તુતિ કરી હતી .૬ વર્ષની વયે તેમણે ભરત નાટ્યમની નૃત્ય શૈલી શીખવાની શરુઆત કરી હતી. આ કલામાં તેમના સંપૂર્ણ જુસ્સા અને સમર્પણને કારણે આ નૃત્યમાં અદ્યતન ડિગ્રી મેળવી છે અને રાષ્ટ્રીય કક્ષાના નૃત્યાંગના બન્યા છે.. તેણીએ સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે અને પાંચ વર્ષથી વૈશ્વિક જ્વેલરી બિઝનેસનું સંચાલન કરે છે. કાર્યક્રમનું સમાપન અંકિતા પટેલના.શાસ્ત્રીય અને લોકપ્રિય ગીતોની પ્રભાવી રજૂઆતથી થયું હતું. તેઓ દૃષ્ટિહીન છે અને છેલ્લા પાંચ વર્ષથી વ્યવસાયિક ગાયક તરીકે ખ્યાતિ મેળવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.