Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે બાળવાર્તા સંગ્રહ ‘વાર્તાવાડી’નું વિમોચન

બાળસાહિત્યનું વિતરણ સમાજ માટે દિશાસૂચક બની રહેશે : અન્ન અને નાગરિક પુરવઠા- સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

આંગણવાડી કાર્યકરોને બાળવાર્તાઓના પુસ્તકનો વિતરણ કાર્યક્રમ યોજાયો

અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય  મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર જણાવ્યું હતું કે, બાળકોનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ ઓછો થતો રોકવા અને બાળકોને વાર્તા-કવિતા પ્રત્યે સજાગ બનાવવા બાળ સાહિત્યનું વિતરણ સમાજ માટે દિશાસૂચક બનશે.

ગાંધીનગર ખાતે  વાર્તાવાડી પુસ્તકનું વિમોચન અને આંગણવાડીઓમાં જયાં વંચિત અને મધ્યમ વર્ગના બાળકો આવે છે ત્યાં આવા પુસ્તકોનું વિતરણ થાય તો બાળકોની જ્ઞાન પીપશાને વધુ સારી રીતે તૃપ્ત કરી શકાય. પુસ્તકના લેખક શ્રી પ્રહલાદ સુથાર અને આંગવાડીઓમાં બાળસાહિત્ય વિતરણનું અભિયાન ચલાવતા શ્રી ભાનુભાઇ દવેને અભિનંદન આપતા  મંત્રીશ્રીએ કહ્યું કે, બાળકોને શિક્ષણ આપવા માટેની સારામાં સારી ટેવ એ બાળકોને વાર્તાઓ સંભળાવવાની છે જે આ.સી.ડી.એસ. હેઠળ સંકળાયેલ સેવા કર્મીઓએ યાદ રાખવુ જોઇએ.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલે કહ્યું કે, દાદા અને દાદી કે માતાઓ અમને વાર્તાઓ કહેતા અને આ વાર્તાઓ કયારેક તો પરિભુમિમાં લઇ જતી, કયારેક વાસ્તવિક રીતે હિંમત, ત્યાગ, બલિદાન અને પરિશ્રમના ગુણો દર્શાવતી વાર્તાઓ આપણું જીવન ઘડતર પણ કરે છે. તેમણે ગાંધીનગર શહેરની આંગણવાડીઓમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવા જરૂરી સહયોગી બનવા અપેક્ષા વ્યકત કરી હતી.

લેખકશ્રી પ્રહલાદ સુથારે તમામનો આભાર વ્યકત કરતા કહ્યું કે સાચો રાહ દર્શાવતી વાર્તાઓમાં મને હંમેશા સહયોગ મળ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ આ વાર્તા સંગ્રહમાં સહાય કરી છે. તે બદલ તેમનો પણ આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર શ્રી સાકળચંદ પટેલે પણ પોતાના વાર્તા સંગ્રહ  મંત્રીશ્રીને ભેટ સ્વરૂપે આપ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં સદવાંચનના પરિવારના સંયોજક શ્રી ભાનુભાઇ દવેએ પ્રસંગની ભૂમિકા આપી પી.ડી.સુથાર જેવા સતત પ્રવૃત્તશીલ વડીલોને તેઓના સાહિત્યક્ષત્રેના યોગદાન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે નિવૃત્ત એડી.કલેકટરશ્રી બી.ડી.મેવાડા અને મુખ્ય સ્થપતિ અને નગરનિયોજક શ્રી વિશાલ વ્યાસ સહિત અનકે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.