Western Times News

Gujarati News

જમાલપુર-ખાડિયા અને ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામ પર AMC ત્રાટક્યું

પ્રતિકાત્મક

તંત્રએ ટ્રાફિક ડ્રાઈવ હેઠળ પૂર્વ ઝોનમાં ૪૩ વાહનને તાળાં મારી રૂપિયા ૧૬,૬૦૦નો દંડ વસૂલાયો

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વરા દેવ-દિવાળીના પવિત્ર તહેવારો પૂરા થયા બાદ શહેરમાં ફરીથી ઓપરેશન ડિમોલિશનનો ધમધમાટ શરૂ કરાયો છે. તંત્ર ગેરકાયદે બાંધકામો સાથે હથોડા ઝીંકી રહ્યું છે. આ અભિયાન હેઠળ શહેરના જમાલપુર-ખાંડિયા અને ઈસનપુરમાં એસ્ટેટ વિભાગની ટીમ ત્રાટકી હતી અને ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા.

મધ્ય ઝોનના જમાલપુરમાં સિટી સર્વે નંબર ૧૪૬૧ના રાયખડના ટોકરશાહની પોળમાં માલિક-કબજેદાર આસિફ અંડાવાળા-મોહમંદખાન તથા અન્યો દ્વારા રહેણાં પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધીનું ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું. આશરે ૧૭૪૩ ચોરસ ફૂટના પાંચ યુનિટના ગેરકાયદે બાંધકામ સંદર્ભ તંત્ર દ્વારા જીપીએમસી એક્ટ ર૬૦(૧) અને ર૬૦ (ર)ની નોટિસ ફટકારાઈ હતી.

તેમજ આ ગેરકાયદે બાંધકામને સત્તાવાળાઓએ પાંચ પાંચ વખત સીલ કર્યું હતું તેમ છતાં બાંધકામકર્તા દ્વારા તેનું બાંધકામ ચાલુ રખાયું હતું. જેના કારણે એસ્ટેટ વિભાગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બ્રેકર-કટર, દબાણ ગાડી તથા ખાનગી મજૂરોની મદદથી તેણે તોડી પાડ્યું હતું. આ ઉપરાંત ખાડિયામાં વોરાના રોજાથી રાયપુર દરવાજા સુધીના ટીપી રોડ પર એક રહેણાક અને એક કોમર્શિયલ પ્રકારનું કુલ આશરે ૧૧૯ ચોરસ ફૂટનું પાકા બાંધકામનું દબાણ તંત્ર દ્વારા દૂર કરાયું હતું.

તેમજ બે ઓટલા, ત્રણ શેડ અને સાત ક્રોસવર્ડ દૂર કરી ર૮પ રનિંગ મીટરનો ટીપી રોડ ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો અને જિલ્લા પંચાયતથી ત્રણ દરવાજા સુધી સારંગપુર-કાલુપુર રેલવે સ્ટેશન, કાલુપુર ફ્રૂટ બજાર, કાલુપુર શાકમાર્કેટ અને જમાલપુર ફુલ બજારમાંથી ૧ર લારી, ૪૮ પરચૂરણ સામાન, ૧ઢ વાંસ, વળી વગેરે માલસામાન જપ્ત કર્યાે હતો અને ટ્રાફિકને અડચણ રોડ પર પાર્ક કરેલા પાંચ વાહનને તાળા મારી રૂ.પ૦૦૦નો દંડ વસૂલ્યો હતો.

જ્યારે દક્ષિણ ઝોનના ઈસનપુરમાં રેફરન્સ સર્વે નંબર રપ૧ પૈકીમાં નારોલ હાઈવે પર આવેલા શિવશÂક્ત એસ્ટેટની પાવળના હનુમાનજી મંદિરની બાજુમાં આશરે ૭૦૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલા ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તંત્રે દૂર કર્યું હતું. દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ જેસીબી તથા ખાનગી કોન્ટ્રાક્ટરના મજૂરોની મદદથી કુલ ૧૦ યુનિટના ગેરકાયદે બાંધકામને તોડી નાંખવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.