Western Times News

Gujarati News

ઈમ્પેકટની અરજીઓના ઝડપી નિકાલ માટે નવી નિમણુંકો થશેઃ દેવાંગ દાણી

મ્યુનિ. બગીચાઓમાં સુવિધા વધારવા માટે એડવાઈઝરી કમિટી બનાવવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સવલત માટે બગીચાઓમાં ક્યુઆર સ્ક્રેન કોડની શરૂઆત કર્યાં બાદ બગીચા દીઠ એડવાઈઝરી કમિટી બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈમ્પેકટ ફી ની અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે નવા સ્ટાફની ભરતી અને રીઝર્વ પ્લોટમાં નર્સરી શરૂ કરવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યા છે.

મ્યુનિ. સ્ટેÂન્ડગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ શહેરના ર૯૩ બગીચાઓમાં વોક વે, લેન્ડ સ્ક્રેપીગ, રમત ગમતના સાધનો સહિતની તમામ સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય અને નાગરિકોને કોઈ તકલીફ ન થાય તે માટે આગામી બે માસમાં બગીચા દીઠ ૭ સભ્યોની એડવાઈઝરી કમિટી બનાવવામાં આવશે

આ કમિટીમાં બે મહિલા, બે પુરૂષ, બે સીનીયર સીટીઝન અને એક લોક પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે. મુખ્યત્વે બગીચામાં રોજ વો‹કગ માટે આવતા નાગરિકોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. મ્યુનિ. કોર્પો. દ્વારા કાર્બન ક્રેડીટ અને વોટર ક્રેડીટ વધારવા માટે ચોક્કસ પોલીસી બનાવવામાં આવશે. ડ્રાફટ ટીપી અને ફાઈનલ ટીપી ના રિઝર્વ પ્લોટમાં દબાણ ન થાય તેમજ કચરો એકત્રિત ન થાય તે આશ્રયથી નર્સરી શરૂ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પો. દ્વારા નવી એડવટાઈઝ પોલીસી તૈયાર કરવામાં આવી છે જેને સ્ટેÂન્ડગ કમિટી તરફથી મંજુરી આપવામાં આવી છે. સદર પોલીસીમાં ટ્રાફિક અને ડ્રાઈવીંગ વગેરેમાં સુધારો કરી જોખમી પરિસ્થિતિમાં ઘટાડો કરવા શહેરની સુંદરતાની જાળવણી કરવી, ખાનગી માલિકીની જગ્યામાં જાહેરાત કરવી, ટ્રાફિક બુથ પર જાહેરાત સહિત અનેક વિગતોને આવરી લેવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા ગુડા એક્ટ અંતર્ગત જાહેર કરવામાં આવેલ ઈમ્પેકટ ફી ના કાયદા અંતર્ગત કુલ ૪૭ હજાર અરજીઓ મળી છે જે પૈકી ૯ હજાર અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે બાકીની અરજીઓનો સમયસર નિકાલ થાય તે માટે ટુંક સમયમાં જ નવા સ્ટાફની નિમણુંક કરવામાં આવશે. મ્યુનિ. હોદ્દદારો અને કોર્પોરેટરો દ્વારા દર શુક્રવારે આઈકોનીક સ્થળની સફાઈ કરવામાં આવે છે

જે અંતર્ગત આવતીકાલે વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવશે. જેમાં શહેર મેયર, સ્ટેÂન્ડગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો પણ જોડાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.