Western Times News

Gujarati News

અજય દેવગનની ‘થેન્ક ગોડ’ મૂવીનું પ્રિમિયર &પિક્ચર્સ પર રજૂ થશે

“થેન્ક ગોડ” એક હળવી કોમેડી છે, જે તમામ ઊંમરના દર્શકો માટે અનઅપેક્ષિત વણાંક લઇને આવી છે. હાસ્યથી ભરપૂર ક્ષણો સાથેની એક એવી વાર્તા જ્યાં કોસ્મિક ખાતુ એક જાહેરાત સાથે ખૂલે છે કે, પાપ ઔર પુણ્ય કી ખુલેગી કિતાબ, જબ ગોડ કરેંગે કર્મોં કા હિસાબ’. દર્શકો માટે તેમના ક્રિયાના પરિણામો અને નમ્રતા તથા દયાની સકારાત્મક અસરને પ્રતિબિંબ પાડતું એક દૈવીય આનંદ આપતા પ્રવાસને લાવે છે.

આ મૂવી સંપૂર્ણ પારિવારિક મનોરંજક મૂવી છે, જેને સાથે બેસીને માણી શકાશે. વાર્તાના મૂળમાં અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની વચ્ચેના આકર્ષક બોન્ડને રજૂ કરે છે, જેને દર્શકો પોતાના પરિવારની સાથે પણ જોડી શકશે. એક સામાન્ય મેન્ટોર-પ્રોટેજ ગતિશિલતાથી આગળ તેમની વચ્ચેની ભાગીદારી હાસ્ય, અનઅપેક્ષિત વણાંક અને અદ્દભુત મિત્રતાની છે. તેમના સંબંધ અને કુશળતાપૂર્વક હાસ્યાસ્પદ પરિસ્થિતિની સાથે જોડાતા દર્શકો ફિલ્મમાં કેન્દ્રસ્થાને છે.

“થેન્ક ગોડ”એ અજય દેવગનને એક પવિત્ર અને અસામાન્ય દેવતાના સ્વરૂપમાં દર્શાવે છે, જે આપણે પહેલા ક્યારેય નથી જોયા અને તે ફિલ્મને જાદુઈ બનાવે છે. તો બીજી તરફ છે, સિદ્ધાર્થ મલ્હોત્રા જે તમને કોમેડીની દુનિયામાં લઇ જાય છે અને તેની બીજી બાજુ એકદમ તાજગીભરી, રમૂજી અને સંપૂર્ણ મનોરંજક લઇને આવ્યો છે.

ઇન્દ્ર કુમાર, ‘થેન્ક ગોડ’ના જાણિતા ડિરેક્ટરએ આ અદ્દભુત માસ્ટરપીસ તૈયાર કર્યો છે. ડિરેક્ટિંગમાં તેની વૈવિધ્યતા માટે જાણિતા કુમાર હંમેશાથી હાસ્ય અને લાગણીની વચ્ચે સમતોલા જાળવે છે. આ ફિલ્મમાં કાસ્ટનું જોરદાર પફોર્મન્સ છે, દરેક કલાકારોએ તેનું પાત્ર સુંદરતાથી નિભાવ્યું છે. એક અલગ વાર્તા સાથેનું મૂવી ‘થેન્ક ગોડ’ બધી ફિલ્મને બધી મૂવીથી અલગ કરે છે.

મૂવી ‘થેન્ક ગોડ’નું ગીત ‘માનિકે’માં નોરા ફતેહીના પફોર્મનન્સએ દર્શકોમાં તોફાન મચાવી દીધું. તેના આકર્ષક ડાન્સ મૂવ્સ સાથે મનમોહક સંગીતએ દર્શકો માટે ટ્રીટ બની ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.