Western Times News

Gujarati News

ફારુક અબ્દુલ્લાની કસ્ટડી 3 મહીના વધી

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીની અવધી ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી છે અને તેઓ ઉપકારાગારમાં પરિવર્તિત પોતાના ઘરમાં જ રહેશે. અધિકારીઓએ આ જાણકારી આપી. અબ્દુલ્લા પાંચ વાર સાંસદ રહ્યાં છે. કેન્દ્રએ પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો હટાવવા અને તેના વિભાજનની જાહેરાત કરી હતી અને તે દિવસથી તેઓ કસ્ટડીમાં છે. તેમના પર સખ્ત જન સુરક્ષા કાનુન(PSA) પહેલીવાર 17 સપ્ટેમ્બરથી લગાવવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, ફારૂક અબ્દુલ્લા ત્રણવાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને વર્તમાનમાં શ્રીનગરના સાંસદ છે. PSA હેઠળ સરકાર કોઈ પણ શખસને કોઈ પણ ટ્રાયલ વિના 6 મહીનાથી લઈને 2 વર્ષના સમયગાળા સુધી કસ્ટડીમાં રાખી શકે છે. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી કેન્દ્ર સરકારે પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિત ઘણાં નેતાઓને નજરબંધ કર્યાં છે.
Copyright © All rights reserved. | Developed by Aneri Developers.