Western Times News

Gujarati News

આ કારણસર બંધ કરાયો વિશાલાથી પીરાણા જતો શાસ્ત્રી બ્રિજ?

(એજન્સી)અમદાવાદ, જો તમે અમદાવાદમાં રહો છો અને જુહાપુરાથી પીરાણાવાળા માર્ગ તરફ જવાનું વિચારો છો, તો તમારે વૈકલ્પિક માર્ગ પસંદ કરવાનો રહેશે. વિશાલાથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજ સમારકામ હાથ ધરાયુ છે. Shastri Bridge from Vishala to Pirana was closed for heavy vehicles

જેને લઈને વાહનની અવર જવર માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરાયો છે.સમારકામ દરમિયાન બ્રિજ પરથી માત્ર નાના વાહનો જ અવર જવર કરી શકશે. ભારે વાહનો માટે આ બ્રિજ સંપૂર્ણ બંધ રહેશે. અમદાવાદમાં જુહાપુરાથી પીરાણા તરફ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે. બીજા વિકલ્પ તરીકે અંજલિ તરફ થઈ પીરાણા જવાનું રહેશે. કેમ કે વિશાલા થી પીરાણા તરફ જતો બ્રિજ સમારકામ ને લઈને વાહનની અવર જવર માટે સંપૂર્ણ બંધ કરાયો છે.

જ્યારે આ સમારકામ દરમિયાન ભારે વાહન સિવાય નાના વાહનો બીજા બ્રિજ પર બને તરફ આવજા કરી શકશે. આ સમયે ટ્રાફિક ન થાય માટે પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે.વિશાલા ખાતે બનેલો શાસ્ત્રી બ્રિજ લગભગ ૪૦ વર્ષ જુનો છે. છેલ્લા ઘણા સમયથી તે જર્જરિત અવસ્થામાં છે. શાસ્ત્રી બ્રિજ પર પહેલા પ્લાસ્ટર સહિતનું કામ કરવામાં આવ્યું હતું,

પણ હાલમાં બ્રિજમાં એક્સપન્સન જોઈન્ટ તેમજ બેરિંગ રીપેરીંગનું કામ કરવામાં આવ્યુ છે. જેને લઇને શાસ્ત્રી બ્રિજને હાલ થોડા મહીના માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ જ્યાં સુધી બંધ રહેશે ત્યાં સુધી ભારે વાહનોએ વિશાલાથી વાસણા અને અંજલિ થઇ પીરાણા જવાનું રહેશે અને એજ રીતે બીજી તરફથી ભારે વાહનોએ એ જ રીતે પસાર થવાનું રહેશે. માત્ર નાના વાહનો જ બ્રિજ પરથી પસાર થઇ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.